પાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ, કેમેરામાં કેદ થઈ અપહરણની ઘટના

  પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ધોળા દિવસે એક મંત્રીના અપહરણની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. સોમવારે બપોરે પબ્લિક હેલ્થ ઇજનેર મંત્રી ફઝલ શકુર ખાનનું અજાણ્યા…

 

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ધોળા દિવસે એક મંત્રીના અપહરણની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. સોમવારે બપોરે પબ્લિક હેલ્થ ઇજનેર મંત્રી ફઝલ શકુર ખાનનું અજાણ્યા હથિયારબંધ નકાબધીરોઓએ અપહરણ કરી લીધું છે.

અહેવાલો મુજબ, હુમલાખોરોએ પહેલા તો મંત્રીની ગાડીને રોકવા માટે ટાયરોમાં ગોળીઓ મારી હતી અને પછી કાર અટકાવીને મંત્રી ફઝલ શકુર ખાનને બંદૂકની અણીએ પોતાની સાથે અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નકાબધારીઓ રસ્તો રોકતા નજરે પડે છે. જોકે, આ અપહરણ પાછળ કયા સંગઠન કે જૂથનો હાથ છે અને તેમની શું માંગ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

મંત્રી ફઝલ શકૂર ખાનના અપહરણ ઉપરાંત પીટીઆઈ (PTI) નેતા અને પ્રાંતીય ધારાસભ્ય શકીલ અહેમદના અપહરણના પ્રયાસના અહેવાલો પણ સામે આવ્યા છે. મલાકંદમાં શકીલ અહેમદને નિશાન બનાવવાની કથિત કોશિશ બાદ પીટીઆઈ કાર્યકરોમાં રોષ ફેલાઈ ગયો હતો.

મલાકંદમાં મોટી સંખ્યામાં પીટીઆઈ કાર્યકરોએ બટખેલા બાયપાસને બ્લોક કરી દીધો હતો. વિરોધ પ્રદર્શન કરનારાઓએ ટાયર સળગાવ્યા અને સૂત્રોચ્ચાર કર્યા. પીટીઆઈએ આરોપ લગાવ્યો છે કે ખૈબર પખ્તુનખ્વાના તેમના પ્રાંતીય નેતૃત્વને નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને બંદૂકની અણીએ નેતાઓનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ખૈબર પખ્તુનખ્વાના માહિતી મંત્રી શફી જાને આ ઘટનાઓને બંધારણ, કાયદા અને જનતાના જનાદેશ પર સીધો હુમલો ગણાવ્યો છે. પીટીઆઈના વરિષ્ઠ નેતાઓએ પણ મંત્રી અને પક્ષના નેતાઓને નિશાન બનાવવાની ઘટના અંગે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *