સુરતમાં 18 જીવીત ઇન્ડિયન સ્ટાર કાચબા સાથે બે શખ્સોની ધરપકડ

સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ લાલ આંખ કરી છે. સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે શેડ્યુલ-1 ની…

સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ લાલ આંખ કરી છે. સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે શેડ્યુલ-1 ની દુર્લભ પ્રજાતિના ’ઇન્ડિયન સ્ટાર કાચબા’ (Star Tortoise) નો વેપાર થતો હોવાની ગુપ્ત બાતમીના આધારે અધિકારીઓએ મોટી કાર્યવાહી કરી છે. આ મેગા ઓપરેશનમાં વન વિભાગે આંતરરાષ્ટ્રીય બજારમાં 15 થી 20 લાખ રૂૂપિયાની કિંમત ધરાવતા 18 જેટલા સ્ટાર કાચબા સાથે 2 ઇસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે વન વિભાગના સ્ટાફે કોટ સફી રોડ, નવસારી બજાર સ્થિત ’સુરત એન્ટરપ્રાઇઝ’ ખાતે એક ડમી ગ્રાહક મોકલીને છટકું ગોઠવ્યું હતું. ડમી ગ્રાહક દ્વારા કાચબા ખરીદવાની માંગણી કરતા દુકાનદાર દિનેશભાઈ કનકાભાઈ ઠાકોરે અન્ય આરોપી શેખ મોહમ્મદ અઝહરને ફોન કરીને તેના રહેણાંક મકાનેથી 18 કાચબા દુકાને મંગાવ્યા હતા. દુકાને કાચબા લઈને આવતા જ બંને આરોપીઓને વન વિભાગે રંગેહાથ દબોચી લીધા હતા અને માત્ર 1800 રૂૂપિયામાં ડીલ નક્કી કરતા પકડી પાડ્યા હતા.

કાચબાના આ ગેરકાયદે વેપાર પાછળ મુખ્ય કારણ લોકોમાં વ્યાપેલી અંધશ્રદ્ધા છે. લોકોમાં એવી ખોટી માન્યતા છે કે ઘરમાં ઇન્ડિયન સ્ટાર કાચબો રાખવાથી શુભ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ જ અંધશ્રદ્ધાનો લાભ લઈને આરોપીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં 25 હજારથી 1 લાખ રૂૂપિયામાં વેચાતા આ કાચબાનો ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યા હતા. સામાન્ય લોકોને ખ્યાલ હોતો નથી કે આ કાચબાને ઘરમાં રાખવો એ વન્યજીવ કાયદા મુજબ ગંભીર ગુનો બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *