અમરેલીના પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા સાથે રૂા.6.72 કરોડની ઠગાઇ

અમરેલી શહેરમાં મિલકતના વેચાણ અને નાણાકીય વ્યવહારમાં રૂૂ.6.72 કરોડથી વધુના વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. અમરેલીના મુળ વતની અને હાલ મુંબઈમાં રહેતા 82 વર્ષીય પૂર્વ ધારાસભ્ય…

અમરેલી શહેરમાં મિલકતના વેચાણ અને નાણાકીય વ્યવહારમાં રૂૂ.6.72 કરોડથી વધુના વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. અમરેલીના મુળ વતની અને હાલ મુંબઈમાં રહેતા 82 વર્ષીય પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્રભાઈ રતિલાલ મહેતાએ અમરેલી સિટી પોલીસ મથકમાં બે શખ્સો હાર્દિક વિપુલભાઈ મહેતા અને ભવદીક વિપુલભાઈ મહેતા, બંને મૂળ પીઠવડી ગામ, તાલુકો સાવરકુંડલા અને હાલ સુરત સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, અમરેલી તાલુકાના ફતેપુર ગામે સાવરકુંડલા રોડ પર આવેલી રે.સ. નં. 32/2ની મિલકતમાં રહેલા પતરાં, લોખંડ, એંગલ, ગર્ડર સહિતના ભંગારના માલનું આરોપી નં.1એ ફરિયાદીના કુલમુખત્યાર તરીકે રૂૂ.80 લાખમાં વેચાણ કર્યું હતું. આ વ્યવહારમાંથી ફરિયાદીને રૂૂ.10 લાખ ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂૂ.70 લાખ ચૂકવવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અમરેલીના ચિતલ રોડ પર રે.સ. નં.37/2માં આવેલા પ્લોટ નં.12, 13, 26 અને 27ની આશરે 1,391.30 ચોરસ મીટર જમીન અને ચાર માળના બાંધકામવાળી મિલકતનો રૂૂ.6 કરોડમાં વેચાણનો વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ મિલકતના વ્યવહાર માટે ફરિયાદી હેમેન્દ્રભાઈ મહેતા પાસેથી ગિફ્ટ ડીડથી દસ્તાવેજ કરાવવામાં આવ્યો હતો અને રકમ ચૂકવવાની ખાતરી આપવામાં આવી હતી.

ફરિયાદ મુજબ, રૂૂ.6 કરોડની રકમ ચૂકવવા અંગે પ્રોમિસરી નોટ તેમજ નોટરી સમક્ષ સમજુતી કરાર પણ કરવામાં આવ્યો હતો. જોકે, આરોપીઓએ આ રકમ ચૂકવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં, 29 ઓગસ્ટ 2026ના રોજ ગિફ્ટ ડીડનો દસ્તાવેજ છોડાવવા માટે ફરિયાદી પાસેથી રૂૂ.2.50 લાખ રોકડા લીધા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ રીતે ભંગારના વ્યવહારની રૂૂ.70 લાખની બાકી રકમ, મિલકતના રૂૂ.6 કરોડના વ્યવહાર તથા અન્ય રૂૂ.2.50 લાખ સહિત કુલ રૂૂ.6,72,50,000ના વિશ્વાસઘાત અને છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *