જામનગરમાં 112ના પોલીસ કર્મચારી સાથે દારૂડિયાએ ઝપાઝપી કરી લાફો ઝીંકી દીધો

જામનગર શહેરના મયુર મેડિકલ પાસે ચેતક ટ્રાવેલ્સ સામે ઝઘડાની વર્ધી મળતાં સ્થળ પર પહોંચેલા 112 જનરક્ષક વાહનના પોલીસકર્મીની ફરજમાં રૂૂકાવટ કરી તેમની સાથે જપાજપી કરવા…

જામનગર શહેરના મયુર મેડિકલ પાસે ચેતક ટ્રાવેલ્સ સામે ઝઘડાની વર્ધી મળતાં સ્થળ પર પહોંચેલા 112 જનરક્ષક વાહનના પોલીસકર્મીની ફરજમાં રૂૂકાવટ કરી તેમની સાથે જપાજપી કરવા ઉપરાંત લાફો મારી ધમકી આપવાના બનાવમાં સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે એક શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદની વિગતો મુજબ, સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને 112 જનરક્ષક વાહનમાં ફરજ પર રહેલા કૌશલભાઈ કિશોરભાઈ સુદાણી (ઉ.વ. 33)ને તા. 11 સપ્ટેમ્બર 2026ના મધ્યરાત્રિના આશરે 00:24 કલાકે કંટ્રોલ રૂૂમ મારફતે વર્ધી મળી હતી કે દીગ્વિજય પ્લોટ ચોકી બીટ વિસ્તારમાં મયુર મેડિકલ પાસે, ચેતક ટ્રાવેલ્સ સામે એક દારૂૂ પીધેલો શખ્સ ઉપેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા સાથે ગાળાગાળી કરી ઝઘડો કરી રહ્યો છે.

વર્ધીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. દરમિયાન કાળું ટી-શર્ટ અને ગ્રે પેન્ટ પહેરેલો શખ્સ પોલીસનું વાહન જોઈ ભાગવા લાગ્યો હતો. પોલીસે તેને પકડવાનો પ્રયાસ કરતાં તેણે ગાળાગાળી કરી પોલીસકર્મી સાથે જપાજપી કરી હતી અને ફરજ પરના કોન્સ્ટેબલ કૌશલભાઈ સુદાણીને લાફો મારી દીધો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસે જરૂૂરી બળનો ઉપયોગ કરી શખ્સને કાબૂમાં લઈ પોલીસ વાહનમાં બેસાડ્યો હતો. આ દરમિયાન તેણે પોલીસકર્મીને હું અહીંથી છૂટી જાઉં પછી તને જોઈ લઈશ તેવી ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે. પોલીસ તપાસમાં આરોપીની ઓળખ સંજયભાઈ પરષોતમભાઈ આલહાણી (ઉ.વ. 38, રહે. ખોડીયાર કોલોની પાસે, ન્યુ આરામ કોલોની શેરી નં. 6, જામનગર) તરીકે થઈ હતી.આ બનાવ અંગે સરકારી કર્મચારીની ફરજમાં રૂૂકાવટ કરી હુમલો કરવા, ગાળાગાળી તથા ધમકી આપવા બદલ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 121(1), 352 અને 351(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત આરોપી કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું જણાતાં તેની સામે પ્રોહિબિશન કાયદા હેઠળ અલગથી ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સમગ્ર બનાવની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી રાજુભાઈ જોરીયા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *