જામનગરમાં શ્રાવણિયા જુગારની જમાવટ: 11 સ્થળે પત્તા ટીંચતા 64 શકુની ઝડપાયા

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે શ્રાવણી અમાસમાં દિવસે જુગારની જમાવટ રહી હતી અંતિમ દિવસે પણ જુગારીયા તત્વ મન ભરીને જુગાર રમ્યા હતા. જામનગર શહેર-જિલ્લામાં પોલીસે…

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે શ્રાવણી અમાસમાં દિવસે જુગારની જમાવટ રહી હતી અંતિમ દિવસે પણ જુગારીયા તત્વ મન ભરીને જુગાર રમ્યા હતા. જામનગર શહેર-જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે હાથ ધરેલી કાર્યવાહીમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી તીનપત્તી રમતા કુલ 64 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુદા-જુદા 11 કેસમાં કુલ રૂૂ.1,83,860ની રોકડ રકમ તથા ગંજીપત્તાના પાના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જામનગર શહેરના મોરકંડા રોડ સનસિટી-1ની શેરી નં.8માંથી રાજેશભાઈ વિક્રમભાઈ વિઠ્ઠલાણી, નયનાબેન રાઠોડ, સુનિતાબેન નાખવા, સલમાબેન ધોધા અને ડીમ્પલબેન ગઢીયા તીનપત્તી રમતા ઝડપાયા હતા અને રૂૂ.11,200ની રોકડ કબજે કરાઈ હતી.

અયોધ્યાનગર શેરી નં.9માંથી અર્ચનાબેન ગોસ્વામી, કાજલબેન ગોસ્વામી, પૂજાબેન ગોસ્વામી, ગૌરીબેન ગોસ્વામી, હંસાબેન ગોસ્વામી, હર્ષાબેન ગોસ્વામી, મંગળાબેન ગોસ્વામી, નયનાબેન રામાવત અને વર્ષાબેન ગોસ્વામી સહિત નવ મહિલાઓ પાસેથી રૂૂ.12,070 કબજે કરાયા હતા.સરલાબેન ત્રિવેદી આવાસના એ-2 વિંગના પાર્કિંગમાંથી હિનાબા ગોહીલ, ભારતીબેન નાંગશ, મીનાબા ચુડાસમા, નીલમબા રાઠોડ અને પાયલબા ઝાલા પાસેથી બે અલગ કાર્યવાહીમાં અનુક્રમે રૂૂ.18,620 અને રૂૂ.10,330 મળી કુલ રૂૂ.28,950 કબજે કરાયા હતા. શંકરટેકરી રામનગર શેરી નં.2માંથી ઉમેદભાઈ ઝાલા, પીઠાભાઈ રવશી, સતુભા ઝાલા, સંજયભાઈ નંદા, ભવ્યભાઈ ધોકિયા અને ગોવિંદભાઈ પરમાર પાસેથી રૂૂ.18,170 તથા રાવલવાસ ભગવતી પાન પાસે સેજાભાઈ ચારણ, પુંજાભાઈ ચારણ અને ઘનશ્યામસિંહ જાડેજા પાસેથી રૂૂ.10,170ની રોકડ મળી હતી.

ભાગ્યોદય સોસાયટી શિવનગર શેરી નં.7માંથી મુકેશપુરી ગોસ્વામી, અરવિંદભાઈ વાઢેર, ધવલભાઈ ગોસાઈ, ભાવેશભાઈ ડાભી, વિપુલભાઈ દાણીધારીયા, હરદિપભાઈ ગોસાઈ અને રાહુલપુરી ગોસ્વામી સહિત સાત શખ્સો ઝડપાયા હતા. તેમની પાસેથી રૂૂ.70,200ની રોકડ અને સાત મોબાઈલ ફોન મળી કુલ રૂૂ.1,00,700નો મુદ્દામાલ કબજે કરાયો હતો.શેઠવડાળા પોલીસે ધ્રાફા ગામમાં બે અલગ દરોડામાં તીનપત્તી રમતી મહિલાઓને ઝડપી હતી. પ્રથમ દરોડામાં લખીબેન પાટડીયા, કિરણબેન સીતાપરા, અનીતાબેન કનેજા, ભાવનાબેન પાટડીયા, સોનલબેન પાટડીયા, સવીતાબેન સીતાપરા, ચેતનાબેન પાટડીયા અને કાજલબેન સીતાપરા સહિત આઠ મહિલાઓ પાસેથી રૂૂ.4,130 કબજે કરાયા હતા.

બીજા દરોડામાં જયાબેન સીતાપરા, જયશ્રીબેન સીતાપરા, કાશ્મીરાબેન પાટડીયા, ગ્રીષ્માબેન પાટડીયા, જશુબેન પાટડીયા, પુષ્પાબેન પાટડીયા અને હેતલબેન રાઠોડ સહિત સાત મહિલાઓ પાસેથી રૂૂ.3,260 કબજે કરાયા હતા. કડબાલ ગામના સીમ વિસ્તારમાં બાવળના ઝાડ નીચે જુગાર રમતા પ્રવિણભાઈ વિંઝુડા, હસમુખભાઈ બરાઈ, મેપાભાઈ ઘેડ, પરબતભાઈ ડાંગર અને દાનાભાઈ બરાઈ મળી પાંચ શખ્સો પાસેથી રૂૂ.10,250 કબજે કરાયા હતા. જ્યારે જામજોધપુરના પાટણ ગામમાં ધનાભાઈ ઘોયલના રહેણાંક મકાન બહાર શેરીમાં તીનપત્તી રમતા ધનાભાઈ ઘોયલ, મનસુખભાઈ ઉર્ફે ભાયાભાઈ કુડેચા, વિપુલભાઈ વાઘેલા અને મગનભાઈ ઘોયલ સહિત ચાર શખ્સોને ઝડપી રૂૂ.15,460ની રોકડ કબજે કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *