થાનમાં બાઈક સ્લીપ થતાં કર્મકાંડી યુવકનું કરૂણ મોત

\સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં એક દુ:ખદ અકસ્માતની ઘટના સામે આવી છે. થાનની ભીડ ભજન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય યુવાન જય કમલેશભાઈ મહેતાનું ગામમાં જ બાઈક…

\સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં એક દુ:ખદ અકસ્માતની ઘટના સામે આવી છે. થાનની ભીડ ભજન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય યુવાન જય કમલેશભાઈ મહેતાનું ગામમાં જ બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પરથી નીચે પટકાતાં જયને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમિયાન ગંભીર ઈજાઓને કારણે તેનું ટૂંકી સારવાર બાદ કરૂૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં ભારે આક્રંદ સાથે શોકની કાળી ડિબ છવાઈ ગઈ છે.મૃતક જય મહેતા બે ભાઈઓમાં નાનો અને અપરિણીત હતો. તે પોતાના પિતા સાથે રહીને ધાર્મિક પૂજા-પાઠ અને કર્મકાંડના વ્યવસાયમાં મદદરૂૂપ થતો હતો. નાની વયે આશાસ્પદ અને વહાલસોયા પુત્રનું અકસ્માતમાં અકાળે અવસાન થતાં મહેતા પરિવાર તથા સમગ્ર ભીડ ભજન સોસાયટીમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *