100 કરોડની ફી છોડી યશે ‘રામાયણ’ના મેકર્સ સામે કરી આ મોટી માંગ!

  યશની ફિલ્મ ‘ટોક્સિક’ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. હવે યશના ફેન્સની નજર તેમની આગામી મેગા ફિલ્મ ‘રામાયણ’ પર ટકેલી છે.…

 

યશની ફિલ્મ ‘ટોક્સિક’ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. હવે યશના ફેન્સની નજર તેમની આગામી મેગા ફિલ્મ ‘રામાયણ’ પર ટકેલી છે. જેમાં તે રણબીર કપૂર સાથે દેખાશે. આ બે ભાગની ફિલ્મ છે, જેનો પહેલો ભાગ આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ખાસ વાત એ છે કે યશ માત્ર એક્ટર તરીકે જ નહીં, પરંતુ ફિલ્મના કો-પ્રોડ્યુસર તરીકે પણ જોડાયેલા છે. હવે સામે આવેલા અહેવાલો અનુસાર, યશ ‘રામાયણ’ના સાઉથ ઈન્ડિયા થિયેટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ પણ પોતાના હાથમાં લેવાની તૈયારી કરી રહ્યા છે.

અહેવાલો પ્રમાણે યશે લગભગ 100 કરોડ રૂપિયાની એક્ટિંગ ફી લેવાને બદલે સાઉથ ઈન્ડિયાના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સમાં હિસ્સો લેવાનો વિકલ્પ પસંદ કર્યો હોવાની ચર્ચા છે. એટલે કે યશ હવે માત્ર પડદા પર રાવણ નહીં, પરંતુ ફિલ્મના બિઝનેસમાં પણ મોટી ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે

જોકે હાલમાં ફિલ્મના સાઉથ ઈન્ડિયા ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સને લઈને કોઈ અંતિમ નિર્ણય થયો નથી. પરંતુ અહેવાલો અનુસાર, જો યશને આ રાઇટ્સ મળે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરે, તો તેઓ 100 કરોડ રૂપિયાથી પણ વધુ કમાણી કરી શકે છે.

વિદેશોમાં ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશનને લઈને સોની એન્ટરટેઇનમેન્ટનું નામ સામે આવ્યું છે. જ્યારે ભારતમાં ડિસ્ટ્રિબ્યુશનને લઈને કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ સાથે જોડાયેલી ચર્ચા ચાલી રહી છે. હવે જો યશ સાઉથ ઈન્ડિયાના રાઇટ્સ મેળવવા માટે આગળ વધી રહ્યા છે, તો આ ડીલથી નોર્થ અને સાઉથ ઈન્ડિયાના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ અલગ-અલગ હોવાની સંભાવના પણ ચર્ચાઈ રહી છે.

યશ માટે આ ડિસ્ટ્રિબ્યુશનની દુનિયામાં પહેલો મોટો પ્રયાસ નથી. પોતાની ફિલ્મ ‘ટોક્સિક’ના ડિસ્ટ્રિબ્યુશન દ્વારા તેમણે આ બિઝનેસમાં એન્ટ્રી કરી હતી અને પોતાની કંપની મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ મારફતે કર્ણાટકમાં ફિલ્મનું ડિસ્ટ્રિબ્યુશન સંભાળ્યું હતું.

હવે જો ‘રામાયણ’ના સાઉથ ઈન્ડિયા ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ યશને મળી જાય છે, તો તેમની બિઝનેસ સફર કર્ણાટકથી આગળ વધીને સમગ્ર સાઉથ ઈન્ડિયા સુધી પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *