ચોટીલાના ત્રંબોડામાં પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનનો ભાઇ-ભત્રીજાએ પગ ભાંગી નાખ્યો

ચોટીલાના ત્રંબોડા ગામે પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર ભાઇ-ભત્રીજાએ હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.…

ચોટીલાના ત્રંબોડા ગામે પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર ભાઇ-ભત્રીજાએ હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલાના ત્રંબોડા ગામે રહેતો માવજી અમરશીભાઇ સાડમીયા (ઉ.વ.36) પોતાનો ભાઇ દેવરાજભાઇ અને કેશાભાઇ વચ્ચે ચાલતા ઝઘડામાં છોડાવવા વચ્ચે પડ્યો હતો. તે દરમિયાન દેવરાજ અને તેના પુત્ર કિરણે માવજીભાઇ સાડમીયા પર હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલના પીપળીયામાં રહેતી ઉર્મીલાબેન પરસોત્તમભાઇ સોલંકી (ઉ.વ.40) રાત્રીના સમયે અગાશી પરથી નીચે ઉભેલા પતિને બાઇકની ચાવી અંબાવતી હતી. તે વખતે ચાવી ઘા કરતા ચાવી વીજલાઇને અડી જતા વીજ શોક લાગ્યો હતો. પરિણીતાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *