T-20માં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ટોપ-10 બેટ્સમેનોમાં ફાફ ડુ પ્લેસિસ સામેલ

યુરોપિયન ટી20 પ્રીમિયર લીગ 2026માં રોટરડેમ ડોકર્સ તરફથી રમી રહેલા 42 વર્ષના ફાફ ડુ પ્લેસિસે 17મી મેચમાં એમ્સ્ટર્ડમ ફ્લેમ્સ સામે 47 બોલમાં 60 રનની ઇનિંગ…

યુરોપિયન ટી20 પ્રીમિયર લીગ 2026માં રોટરડેમ ડોકર્સ તરફથી રમી રહેલા 42 વર્ષના ફાફ ડુ પ્લેસિસે 17મી મેચમાં એમ્સ્ટર્ડમ ફ્લેમ્સ સામે 47 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં ફાફ ડુ પ્લેસિસે 2 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. મેચમાં ભલે એમ્સ્ટર્ડમ ફ્લેમ્સની ટીમ 8 વિકેટે જીતી ગઈ હોય, પરંતુ ફાફ ડુ પ્લેસિસે 60 રનની ઇનિંગમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. ટી20માં સૌથી વધુ ચોગ્ગા ફટકારવા મામલે તે દુનિયાના ટોપ 10 બેટ્સમેનોમાં સામેલ થઈ ગયો છે.

422 ઇનિંગ્સમાં 1,133 ચોગ્ગા ફટકારી ફાફે ક્રિસ ગેલ (1,132) અને રોહિત શર્માને (1,131) પાછળ છોડ્યા છે અને ટી20 ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનારની યાદીમાં 9માં નંબરે આવી ગયો છે. જણાવી દઈએ કે, ગેલે 455 ઇનિંગમાં ટી20માં 1132 ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે ભારતના રોહિત શર્માએ 459 ઇનિંગમાં 1131 ચોગ્ગા ફટકાર્યા છે. આ ઉપરાંત, ફાફ ડુ પ્લેસિસ ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બાબર આઝમથી આગળ નીકળી ગયો છે.

બાબર આઝમે અત્યાર સુધી ટી-20માં 12,493 રન બનાવ્યા છે, જ્યારે હવે ફાફ ડુ પ્લેસિસના નામે 12,524 રન નોંધાઈ ગયા છે. ટી-20માં સૌથી વધુ રન બનાવવાના મામલે ફાફ ડુ પ્લેસિસ 12મા સ્થાને છે. આ યાદીમાં હાલમાં કિરોન પોલાર્ડ પ્રથમ સ્થાને છે. પોલાર્ડે ટી-20 ક્રિકેટમાં 14,989 રન બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *