એક જ દિવસમાં બે-બે મેચ રમશે ટીમ ઇન્ડિયા, 28 વર્ષ બાદ સંયોગ

3 ઓક્ટોબર 2026નો દિવસ ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક બની શકે છે. આ દિવસે ભારતની બે મેન્સ ક્રિકેટ ટીમો એકસાથે અલગ અલગ દેશોમાં મેદાને ઉતરે એવી…

3 ઓક્ટોબર 2026નો દિવસ ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક બની શકે છે. આ દિવસે ભારતની બે મેન્સ ક્રિકેટ ટીમો એકસાથે અલગ અલગ દેશોમાં મેદાને ઉતરે એવી શક્યતા છે. એક ટીમ મુલ્લાંપુરમાં (ન્યૂ ચંદીગઢ) વેસ્ટઇન્ડીઝ સામે ત્રણ મેચની વનડે સીરિઝની છેલ્લી મેચ રમશે. જ્યારે બીજી ટીમ જાપાનમાં એશિયન ગેમ્સ મેડલ માટે મેચ રમતી જોવા મળી શકે છે.ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે વન-ડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ 3 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યાથી શરૂૂ થશે. આ દિવસે જાપાનના નિશિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં પુરુષ ક્રિકેટ સ્પર્ધા માટે બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ મેચ રમાશે. ભારત જો ફાઈનલમાં પહોંચશે તો તે 3 ઓક્ટોબરે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા માટે મેદાને ઉતરશે.

જો સેમીફાઈનલમાં હારે તો ટીમ બ્રોન્ઝ મેડલ માટે રમશે. મેન્સ ક્રિકેટ ટીમને એશિયન ગેમ્સમાં સીધી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા મળી છે. ટીમ 28 સપ્ટેમ્બરે ગ્રુપ અમાં બીજા સ્થાન પર રહેનાર ટીમ સામે પોતાની પહેલી મેચ રમશે. આ ગ્રુપમાં અફઘાનિસ્તાન, જાપાન અને નેપાળ સામેલ છે. ક્વાર્ટર ફાઈનલ જીતનાર ટીમ 1 ઓક્ટોબરે સેમીફાઈનલ રમશે. ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં વર્તમાન ચેમ્પિયન પણ છે. તેણે 2023માં હોંગઝોઉ એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટનું ગોલ્ડ મેડલ જીત્યું હતું. ભારત માટે એક જ દિવસે બે અલગ અલગ દેશોમાં બે મેન્સ ટીમોના રમવાની સ્થિતિ નવી નથી. આ પહેલા 12 સપ્ટેમ્બર 1998ના રોજ આવું થયું હતું. કુઆલાલંપુરમાં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન સચિન તેંડુલકર, અનિલ કુંબલે, અજય જાડેજા અને વીવીએસ લક્ષ્મણ જેવા સ્ટાર્સથી સજ્જ ભારતીય ટીમે કેનેડાને 112 રને હરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *