ગોંડલમાં વ્યાજખોરે ત્રણ લાખ સામે 17 લાખનું મકાન અને ટેમ્પો પચાવી પાડ્યા

ગોંડલ શહેરમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગોંડલના વૃંદાવન પાર્ક-3 માં રહેતા 57 વર્ષીય અરવિંદપરી રેવાપરી ગોસ્વામીએ વ્યાજખોર…

ગોંડલ શહેરમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગોંડલના વૃંદાવન પાર્ક-3 માં રહેતા 57 વર્ષીય અરવિંદપરી રેવાપરી ગોસ્વામીએ વ્યાજખોર સુભાષભાઈ ગીગાભાઈ ચાવડા સામે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, તેઓ વર્ષ 2020માં જામવાડી હાઇવે રોડ પર ગાઠીયાની રેકડી ચલાવતા હતા. વર્ષ 2021ની શરૂૂઆતમાં ધંધાના કામકાજ માટે નાણાંની જરૂૂરિયાત ઊભી થતાં તેમણે ગોંડલના સિદ્ધાર્થનગરમાં રહેતા સુભાષભાઈ ચાવડા પાસેથી માસિક 5 ટકાના ઊંચા વ્યાજે કટકે કટકે કુલ રૂૂ. 3,00,000 લીધા હતા. આરોપીએ પ્રથમ 1 લાખ રૂૂપિયા આપતી વખતે જ રૂૂ. 16,000 વ્યાજ પેટે અગાઉથી કાપી લીધા હતા અને દરરોજ રૂૂ. 1,000 નો હપ્તો વસૂલ કરવાનું શરૂૂ કર્યું હતું.

ફરિયાદી અરવિંદપરી રોજના રૂૂ. 3,000ના હપ્તા અને બાદમાં દર મહિને રૂૂ. 15,000 વ્યાજ ચૂકવવામાં અસમર્થ બનતા, વ્યાજખોર સુભાષ ચાવડાએ તેમની પર ભારે માનસિક દબાણ બનાવવાનું શરૂૂ કર્યું હતું. આરોપીએ રૂૂબરૂૂ આવીને ફરિયાદીને અકસ્માત કરાવી જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી. આ ડરના કારણે ફરિયાદીએ પોતાની પત્નીના નામે રહેલું વૃંદાવન પાર્ક-3 નું મકાન આરોપીના નામે ટ્રાન્સફર કરી દેવું પડ્યું હતું. મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધા બાદ પણ આરોપીએ ફરિયાદીને બદલામાં અન્ય બે મકાન આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ તે આપ્યા ન હતા. આ ઉપરાંત, મકાન ખાલી કરાવવા માટે ફરિયાદી પર લેન્ડ ગ્રેબિંગની અરજી પણ કરી હતી. આરોપીએ ફરિયાદી પાસેથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો કોરો ચેક અને ફરિયાદીના પુત્રના નામનો ટેમ્પો પણ પોતાના સંબંધીના નામે ટ્રાન્સફર કરાવી લીધો હતો.

ફરિયાદી પાસેથી અત્યાર સુધીમાં વ્યાજ પેટે કુલ રૂૂ. 16 થી 17 લાખ રૂૂપિયા જેટલી માતબર રકમ વસૂલી લેવામાં આવી હોવા છતાં વ્યાજખોરનો ત્રાસ સતત ચાલુ રહ્યો હતો. આરોપી વ્યાજના નાણાં મેળવીને જે ડાયરીમાં નોંધ કરતા હતા તે ડાયરીઓ ગુમ થઈ ગઈ હોવાથી ફરિયાદી પાસે કોઈ પુરાવો ન હતો, જેના કારણે તેઓ અત્યાર સુધી પોલીસ ફરિયાદ નોંધાવી શક્યા ન હતા. પરંતુ તાજેતરમાં ગુમ થયેલી ડાયરીઓ પૈકી બે ડાયરીઓ મળી આવતાં, ફરિયાદીએ હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક કર્યો હતો. ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે આરોપી સુભાષભાઈ ગીગાભાઈ ચાવડા સામે આઈપીસી કલમ 386 તથા ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 5, 40 અને 42 હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *