ખાણી-પીણીના 45 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 206 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

પવિત્ર તહેવારો દરમિયાન શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને ફરાળી ખાદ્યચીજોમાં શુદ્ધ રો-મટિરિયલનો જ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ…

પવિત્ર તહેવારો દરમિયાન શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને ફરાળી ખાદ્યચીજોમાં શુદ્ધ રો-મટિરિયલનો જ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં વ્યાપક સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મનપાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરાળી પેટીસ, ફરાળી લોટ તેમજ અન્ય ફરસાણ અને ખાદ્યસામગ્રીનું વેચાણ કરતા કુલ 45 એકમોની સઘન તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન ભેળસેળયુક્ત, વાસી તેમજ એક્સપાયરી ડેટ વીતી ગયેલ અંદાજે 206 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન અનિયમિતતા, ગંદકી, યોગ્ય સ્ટોરેજનો અભાવ અને ફૂડ લાયસન્સ ન ધરાવતી 5 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને નિયમભંગ બદલ કુલ રૂૂ. 12,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (ઋજજ) એક્ટ હેઠળ ફરાળી પેટીસ, ફરાળી લોટ, શિંગોડાનો લોટ અને ફરાળી ચેવડા સહિતના કુલ 11 શંકાસ્પદ ખાદ્ય નમૂનાઓ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

ફૂડ વિભાગની કાર્યવાહી દરમિયાન 150 ફૂટ રિંગ રોડ પર ઓમ નગર સ્થિત ‘જય સીયારામ ફરસાણ’માંથી ફરાળના નામે મકાઈનો લોટ વાપરીને બનાવેલ 80 કિલો પેટીસ અને 15 કિલો મકાઈનો લોટ મળી કુલ 95 કિલો જથ્થો નાશ કરાયો હતો અને રૂૂ. 3,000નો ચાર્જ વસૂલાયો હતો. આજી વસાહત પાસે ‘જલારામ ફરસાણ’માંથી 19 કિલો મકાઈના લોટની પેટીસ અને 65 કિલો મકાઈનો લોટ નાશ કરી રૂૂ. 2,000 વસૂલ કરાયા હતા. વાવડી સ્થિત ‘ૠઉં-3 ફેન્સી ઢોસા ચાઇનીઝ’માંથી 18 કિલો વાસી શાકભાજી, નૂડલ્સ, પનીર અને ચીઝનો નાશ કરી રૂૂ. 5,000નો દંડ કરાયો હતો. તેમજ નવા ઢેબર રોડ પર ‘સબરસ રેસ્ટોરન્ટ’માંથી 9 કિલો એક્સપાયર્ડ સામગ્રીનો નાશ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ કાલાવડ રોડ, માધાપર ચોકડી, જામનગર રોડ, ગોંડલ રોડ, રૈયા રોડ, ગાયત્રીનગર મેઇન રોડ અને સહકાર રોડ સહિતના વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ્સ, ડેરી ફાર્મ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરીને વેપારીઓને હાઈજેનિક કન્ડિશન જાળવવા અને નિયમ મુજબ જ વેચાણ કરવા તાકીદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *