ભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટનામાં બે કર્મચારી સામે FIR

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા એક 14 વર્ષીય વિદ્યાર્થીને નીટની પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થી, હોસ્ટેલના બે કર્મચારી સહિતનાએ અવાર…

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા એક 14 વર્ષીય વિદ્યાર્થીને નીટની પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થી, હોસ્ટેલના બે કર્મચારી સહિતનાએ અવાર નવાર માર મારી, કામ કરાવી બળજબરીથી સીગારેટ પીવરાવીને વીડિયો બનાવી ધાક ધમકી આપ્યા અંગે વિદ્યાર્થીના પિતાએ હોસ્ટેલના સીસીટીવી ફૂટેજ સાથે ફરીયાદ નોંધાવી હતી.

આ અંગે શહેરના કર્મચારીનગર વિસ્તારમાં રહેતા એક સગીરના પિતાએ નિલમબાગ પોલીસ મથકમાં કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયસ હોસ્ટેલમાં રહેતા અને દેખરેખનું કામ કરતા અંકુર, જીગર, હોસ્ટેલમાં રહી નીટની પરીક્ષાની તૈયારી કરતા ચાર શખ્સો સહિત સાત સામે એવી ફરીયાદ નોંધાવી હતી કે, તેઓનો ધો. 12માં અભ્યાસ કરતો 14 વર્ષીય પુત્રને ત્રણ માસ પૂર્વે વાંચવા, લખવા તેમજ રહેવા માટે માધવ બોયસ હોસ્ટેલમાં રાખ્યો હતો.પરંતુ તેની સાથે રહેતા અને નીટની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ વારા ફરતી અવાર નવાર ઢીંકાપાટુનો માર માર્યો હતો. તેના કામ તેના દીકરા પાસે કરાવતા હતા અને જો કામ ન કરે તો બાથરૂૂમમાં પુરી દેતા હતા. તેમજ તેના દીકરાને સીગારેટ પીવા માટે દબાણ કરી સીગારેટ પાતા હતા. અને જો સીગારેટ ન પીવે તો માર મારી જો તુ કોઈને કહીશ તો જાનથી મારી નાખીશથ તેવી ધમકી આપતા હતા.
અને હોસ્ટેલમાં દેખરેખનું કામ કરતા અંકુર અને જીગરે તેના દીકરાને હેરાન પરેશાન કરી સીગારેટ પીતો હોવાનો વીડિયો બનાવી લીધો હતો. અને તેના દીકરા પાસે તમામ શખ્સો મસાજ કરાવતા હતા, માથામાં તેલ નંખાવી હેરાન તે પરેશાન કરી ત્રાસ આપતા હતા.

સગીર વિદ્યાર્થીના પિતાએ નોંધાવેલી ફરીયાદના આધારે પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ બનાવ અંગે યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આય. એ ઉગ્ર વિરોધ નોંધાવી હોસ્ટેલના સંચાલકોને આ બનાવ અંગે કડક પગલાં ભરવા રજૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *