રાજકોટના કારખાનેદાર સાથે 46 લાખની છેતરપિંડી!

ભાગીદારીમાં ગોંડલના ગુદાસરા ગામે શરૂ કરેલ ફોર્જીંગના કારખાના ઉપર હક જતો કરવાની લાલચ આપી દસ્તાવેજ કરાવી લીધા રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને મૂળ લોધીકાના…

ભાગીદારીમાં ગોંડલના ગુદાસરા ગામે શરૂ કરેલ ફોર્જીંગના કારખાના ઉપર હક જતો કરવાની લાલચ આપી દસ્તાવેજ કરાવી લીધા

રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને મૂળ લોધીકાના વીરવા ગામના વતની કારખાનેદા સાથે ભાગીદારીમાં શાપરમાં શરૂૂ કરેલ ફોર્જિંગ કારખાનાની ભાગીદારીમાં રૂૂ.46 લાખની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાગીદારી પેઢી પર લોન મેળવવાના બહાને મિલકત પોતાના અને પત્નીના નામે કરાવી લીધા બાદ, કારખાનું કરોડો રૂૂપિયામાં વેચીને ભાગીદારને તેના હક્કના નાણાં ન આપી ઠગાઈ આચરવા બદલ ભાગીદાર સામે ગુનો નોંધાયો છે.

મળતી વિગતો અનુસાર, રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને મૂળ લોધીકાના વીરવા ગામના વતની રમજાનભાઈ સુમારભાઈ ઠેબા (ઉં.વ. 46) નામના ભંગારના વેપારીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રમજાનભાઈ વર્ષ 1998થી રાજેશભાઈ જીવણભાઈ ખાંટના શાપર સ્થિત ફોર્જિંગ કારખાનામાં કામ કરતા હતા. આ ઓળખાણના આધારે આશરે પાંચ વર્ષ પૂર્વે ફરિયાદી રમજાનભાઈ, રાજેશભાઈ જીવણભાઈ ખાંટ તથા તેમના ભાઈ નીલેશભાઈ જીવણભાઈ ખાંટ આ ત્રણેય જણાએ મળીને ભાગીદારીમાં ફોર્જિંગનું નવું કારખાનું શરૂૂ કરવાનું નક્કી કર્યું હતું. આ યોજના હેઠળ ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામ નજીક આવેલા સર્વે નંબર 211 પૈકી 1 અને 211 પૈકી 2 વાળા પ્લોટની સંયુક્ત ખરીદી કરવામાં આવી હતી અને પેઢીનું નામ ’રૂૂદ્ર ઓટો ફોર્જીંગ’ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્લોટ પર કારખાનાનું બાંધકામ શરૂૂ કરવામાં આવ્યું હતું.
બાંધકામ અને મશીનરી માટે બેંક લોન લેવાની જરૂૂરિયાત ઊભી થતાં, આરોપી રાજેશભાઈ ખાંટે એવું બહાનું બતાવ્યું હતું કે, પ્લોટ ત્રણેય ભાગીદારોના સંયુક્ત નામે હોવાથી બેંકમાંથી લોન પાસ થઈ રહી નથી. લોન મેળવવા માટે મિલકત કોઈ એક વ્યક્તિના નામે દર્શાવવી જરૂૂરી છે. આ વાતોમાં આવી જઈને ફરિયાદી રમજાનભાઈ તથા નીલેશભાઈએ વિશ્વાસ મૂકી પોતાનો ભાગીદારી હક્ક જતો કર્યો હતો.

તારીખ 27/12/2021ના રોજ ફેરફાર દસ્તાવેજ નંબર 12238થી સમગ્ર મિલકત રાજેશભાઈ જીવણભાઈ ખાંટ તથા તેમના પત્ની ભાવનાબેનના નામે ટ્રાન્સફર કરી આપવામાં આવી હતી. ત્યારબાદ બેંક લોન મંજૂર થતાં કારખાનું વિધિવત રીતે કાર્યરત થયું હતું. ફરિયાદી રમજાનભાઈના જણાવ્યા મુજબ, આ કંપનીમાં તેમનું અંગત રોકાણ રૂૂ. 42 લાખ જેટલું હતું. આ ઉપરાંત કંપનીના કામકાજ માટે ફરિયાદીના નામે એક હેરીયર કાર પણ ખરીદવામાં આવી હતી, જેના હપ્તા કંપનીમાંથી ભરાતા હતા.

થોડા વર્ષો સુધી સફળતાપૂર્વક કંપની ચલાવ્યા બાદ, વર્ષ 2025માં ભાગીદારોએ આ ’રૂૂદ્ર ઓટો ફોર્જીંગ’ કંપની વેચી નાખવાનો નિર્ણય કર્યો હતો. આ કંપની નંદાભાઈ અને વસંતભાઇ નામના આસામીઓને કુલ રૂૂ. 4.40 કરોડ માં વેચી દેવામાં આવી હતી.

કંપનીના કુલ વેચાણ અને ફરિયાદીના રોકાણ મુજબ રમજાનભાઈના ભાગે રૂૂ. 60 લાખની રકમ લેણી નીકળતી હતી. પરંતુ આરોપી રાજેશભાઈ ખાંટે આ રકમ આપવા માટે ગોળ ગોળ વાતો કરી હતી. વારંવારની માંગણી બાદ ફેબ્રુઆરી 2026માં સમાધાન બેઠક યોજાઈ હતી. જેમાં નક્કી થયા મુજબ ફરિયાદીએ પોતાની પાસે રહેલી હેરીયર ગાડી રાજેશભાઈને સોંપી દીધી હતી અને તેના બદલામાં રાજેશભાઈએ રમજાનભાઈને રૂૂ. 60 લાખ ચૂકવવાનું સ્વીકાર્યું હતું. આ સમજૂતી બાદ આરોપી રાજેશભાઈ ખાંટે કટકે-કટકે ફરિયાદીને માત્ર રૂૂ.14 લાખ જ ચૂકવ્યા હતા. જ્યારે બાકી નીકળતા રૂૂ.46 લાખની અવારનવાર માંગણી કરવા છતાં નાણાં આપ્યા ન હતા. અંતે આરોપીએ સ્પષ્ટ કહી દીધું હતું કે “હવે તારે મારી પાસેથી કોઈ પૈસા લેવાના નીકળતા નથી અને હું તને કોઈ પૈસા આપીશ નહીં.”

પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ જણાતાં રમજાનભાઈ સુમારભાઈ ઠેબાએ ગોંડલ તાલુકા પોલીસમાં ભાગીદાર રાજેશભાઇ જીવણભાઇ ખાંટ (રહે. રાજકોટ) સામે ફરિયાદ નોધાવી હતી. આ કેસની વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.બી જાડેજા ચલાવી રહ્યા છે. બેંક ટ્રાન્સઝેક્શન, દસ્તાવેજી પુરાવાઓ અને સંકળાયેલા અન્ય લોકોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *