રાજકોટને સ્વચ્છ કેમ રાખવું? રૂ.1.11 કરોડના ખર્ચે ‘સલાહ’ લેવા દરખાસ્ત

મોંઘીદાટ ડીઝલની ખરીદીને લાગશે બ્રેક, રિટેલ ભાવથી ખરીદીનો કોન્ટ્રાકટ નક્કી કરાશે રાજકોટને દેશનું સર્વ શ્રેષ્ઠ સ્વચ્છ શહેર બનાવવાની દિશામાં મહાનગરપાલિકાએ નેમ લીધી છે અને સફાઇ…

મોંઘીદાટ ડીઝલની ખરીદીને લાગશે બ્રેક, રિટેલ ભાવથી ખરીદીનો કોન્ટ્રાકટ નક્કી કરાશે

રાજકોટને દેશનું સર્વ શ્રેષ્ઠ સ્વચ્છ શહેર બનાવવાની દિશામાં મહાનગરપાલિકાએ નેમ લીધી છે અને સફાઇ વ્યવસ્થામા પરિવર્તન લાવી વધુ સુદ્રઢ બનાવવા મનપાનો ધ્યેય બેશક આવકારદાયક છે. પ્રજાએ પણ તેમા નૈતિક ફરજરૂૂપેનો સહયોગ આપવો જ જોઇએ. આ બધા પ્રયાસો વચ્ચે શહેરને સ્વચ્છ રાખવા માટેના વિવિધ આયોજનો માટે માત્રને માત્ર ‘સલાહ’ લેવી, પ્લાનીંગ ગોઠવવુ, રિપોર્ટ તૈયાર કરવો, એ સહિતના આયોજન માટે ક્ધસ્લ્ટન્ટની નિમણુંક કરી રૂૂ.1 કરોડ 11 લાખથી વધુની ફી એજન્સીને ચુકવવા માટેની દરખાસ્ત આવતીકાલે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં દરખાસ્ત રજૂ થઇ છે.

અહીં અહમ સવાલ એ છે કે, પ્રજાના પરસેવાની કમાણીમાંથી પાંચ આંકડાનો પગાર ખાતા અધિકારીઓ, ઇજનેરો પાસે ક્ધસ્લ્ટન્ટ એજન્સી જે કામ કરવાનુ છે તેવી આવડત નહીં હોય? જો આવી સામાન્ય આવડત પણ ન હોય તો આવા મોંઘેરા અધિકારીઓને સેવ-મમરા અલગ પાડવા માટે બેસાડવા જોઇએ! આવા કટાક્ષો આમજનતામાંથી ઉઠી રહ્યા છે. આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં કુલ 15 દરખાસ્તનો એજન્ડા પ્રસિધ્ધ કરવામા આવ્યો છે.

રાજકોટની જનતા તેના પરસેવાની કમાણીમાંથી મહાનગરપાલિકાને ચુકવતા ટેક્સનો મોટાભાગનો ધુમાડો કોર્પોરેશનના વાહનના ઇંધણ પાછળ થઇ જાય છે. તેની પાછળનુ એક કારણ એ છે કે, સામાન્ય રીતે ડિઝલનો પ્રતિલીટર હાલનો રીટેઇલ ભાવ રૂૂ.97.72 છે. જ્યારે મનપાના વાહનોમાં જ્યાથી ડિઝલ પુરવામા આવે છે તે ક્ધઝ્યુમર પમ્પનો રેટ પ્રતિલિટર રૂૂ.137.41 છે. એ ગણતરીએ મનપાને એક લિટર રૂૂ.39.69 મોંઘુ પડે છે. ક્ધઝ્યુમર રેટથી ખરીદાતા ડિઝલ પર બ્રેક મારી નવા ભાવે કરાર કરવા માટે અગાઉ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં ચેરમેન પરેશભાઇ પીપળિયાએ નિર્ણય કર્યો હતો. રિટેઇલ ભાવ મુજબ કઇ કંપની પાસેથી ડિઝલ ખરીદ કરવુ તે વહીવટી નિર્ણય મ્યુનિ.કમિશનર પર છોડવા માટેનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીએ લીધો છે. રીટેઇલ ભાવથી ડિઝલની ખરીદી કરવાનો કોન્ટ્રાક્ટ આપવા માટે આવતીકાલે દરખાસ્ત રજુ થઇ છે.

રેસકોર્સમાં ખંઢેર બની ગયેલા તારા મંડળનું રૂૂ. સવા કરોડના ખર્ચે નવીનીકરણ કરવા દરખાસ્ત
રેસકોર્સ સંકુલમાં સ્વીમીંગ પુલ પાસે આવેલા લોક વિજ્ઞાન કેન્દ્ર(તારા મંડળ)ને વર્ષો સુધી સંચાલનના નામે ખાનગી સંસ્થા હવાલે કરી દેવાયુ હતુ. સમયાંતરે તેની જાળવણી ન થઇ. પરિણામે હાલ તેની દશા ખંઢેરથી પણ બદતર બની ગઇ છે. હવે તેને ફરીથી સજીવન કરવા માટે નવીનીકરણનો પ્રોજેક્ટ બનાવવામા આવ્યો છે. રૂૂ. 1 કરોડ 24 લાખના ખર્ચનું એસ્ટિમેટ તૈયાર કરવામા આવ્યુ છે. આ ખર્ચ મંજૂર કરવા અને કોન્ટ્રાક્ટ આપવા કાલની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાશે.

હિસાબોનું ખાનગી સી.એ. પાસે ઓડિટ કરાવવા 18.88 લાખની ફી ચૂકવવા મંજૂરી
મનપાના વિવિધ વિભાગોના આવક-જાવક, ખર્ચ સહિતના હિસાબોનું આમ તો મનપાની ઓડિટ શાખા દ્વારા ઓડિટ થાય જ છે. તેને ક્રોસ ચેક કરવા માટે ખાનગી સી.એ. પાસે પણ ઓડિટ કરાવવામા આવશે. વર્ષ 2026-27 અને આવતા નાણાકીય વર્ષના હિસાબોના સ્ટેચ્યુટરી ઓડિટ માટે ખાનગી ચાર્ટડ એકાઉન્ટન્ટની સ્ટેચ્યુટરી ઓડિટર તરીકે નિમણુંક કરી તેને રૂૂ.18.88 લાખની ફી ચુકવવા માટેની મંજુરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ માગવામા આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *