કુવાડવા રોડ પર ગોડાઉનમાં દરોડો,1000 લીટર બાયોડીઝલ સાથે વૃદ્ધ ઝડપાયા

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ, હેરફેર અને સંગ્રહ કરતા તત્વો સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશ્નર ચૈતન્ય…

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ, હેરફેર અને સંગ્રહ કરતા તત્વો સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-1 હેતલ પટેલ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશોના અનુસંધાને એલ.સી.બી. ઝોન-1 ના પો.સબ.ઇન્સ. એમ.કે. મોવલીયા તથા તેમની ટીમ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઈ ગઢવી, પો.કોન્સ. નિખિલભાઈ પીરોજીયા અને પો.કોન્સ. રવિરાજભાઈ પટગીરને ચોક્કસ અને સંયુક્ત બાતમી મળી હતી કે કુવાડવા રોડ પર આવેલ સાત હનુમાન સામે કૈલાશ પેટ્રોલ પંપ ખાતેના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો રાખી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમી મળતાં જ પોલીસે તાત્કાલિક દરોડો પાડીને શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો મોટો જથ્થો શોધી કાઢ્યો હતો.

પોલીસ દરોડા દરમિયાન ગોડાઉન ખાતેથી ગેલાભાઈ અરજણભાઈ ગમારા (ઉંમર વર્ષ 70, રહે. સરદાર પટેલ કોલોની, ડી-માર્ટ સામે, કુવાડવા રોડ, રાજકોટ) નામના વૃદ્ધ ઇસમ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પર સઘન તપાસ હાથ ધરતાં 200-200 લીટરની ક્ષમતા ધરાવતા બ્લ્યુ કલરના પ્લાસ્ટીકના 5 બેરલ મળી આવ્યા હતા, જેમાં ભરેલું કુલ 1000 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી (બાયોડીઝલ) કિંમત રૂૂપિયા 85,000 નો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગોડાઉનમાંથી રૂૂપિયા 200 ની કિંમતનું એક બ્લ્યુ કલરનું પ્લાસ્ટીકનું ખાલી બેરલ તથા લીલા કલરના પાઇપ અને પીળા કલરના સર્વિસ વાયર સાથે ફિટ કરેલી રૂૂપિયા 7,000 ની કિંમતની ઇલેક્ટ્રિક મોટર મળી આવી હતી.

આમ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાતો કુલ રૂૂપિયા 92,200 નો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી સામે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર સફળ કામગીરી ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર ઉત્તર વિભાગ બી.વી. જાદવ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. આ દરોડાની કાર્યવાહીમાં એલ.સી.બી. ઝોન-1 ના પો.સબ.ઇન્સ. એમ.કે. મોવલીયા સાથે એ.એસ.આઇ. હરેશભાઈ પરમાર તથા મનરૂૂપગીરી ગૌસ્વામી તેમજ પો.હેડ.કોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, નરેન્દ્રભાઈ ગઢવી, હિતેશભાઈ પરમાર, વીરદેવસિંહ જાડેજા અને જગદીશસિંહ પરમાર રોકાયેલા હતા. આ ઉપરાંત પો.કોન્સ. મહાવીરસિંહ ચુડાસમા, રવિરાજભાઈ પટગીર અને નિખિલભાઈ પીરોજીયા સહિતના પોલીસ કર્મચારીઓએ આ કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *