પ્રેમલગ્ન કરનાર પુત્રીએ વીડિયો કોલ કરી કરિયાવર માટે ધમકી આપતા માતાએ લીક્વિડ પી લીધું

રાજકોટમાં રૈયારોડ પર આવેલા શિવપરામાં રહેતી યુવતીએ એક માસ પૂર્વે પ્રેમલગ્ન કર્યા બાદ માતાને વીડિયો કોલ કરી પિતાની મિલકતમાંથી કરીયાવર આપવા અને કરીયાવર નહીં આપેતો…

રાજકોટમાં રૈયારોડ પર આવેલા શિવપરામાં રહેતી યુવતીએ એક માસ પૂર્વે પ્રેમલગ્ન કર્યા બાદ માતાને વીડિયો કોલ કરી પિતાની મિલકતમાંથી કરીયાવર આપવા અને કરીયાવર નહીં આપેતો દંપતિ તેમના ઘરે રહેવા આવી જશે તેવી ધમકી આપતા માતાએ જ્વલનશીલ પ્રવાહી પી લીધુ હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયારોડ પર બ્રહ્મ સમાજ ચોક પાસે આવેલા શિવપરામાં રહેતા રસીદાબેન બસીરભાઇ બ્લોચ નામના 45 વર્ષના પ્રૌઢા બપોરના બેએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે જ્વલનશીલ પ્રવાહી પી લીધુ હતું. પ્રૌઢાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં રસીદાબેન બ્લોચના પતિ હયાત નથી રસીદાબેનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. નાની પુત્રીએ એક મહિના પહેલા પ્રેમલગ્ન કરી લીધા હતા. પ્રેમલગ્ન કરનાર પુત્રીએ રસીદાબેનને વીડિયો કોલ કરી િ5તાની મિલકત માંથી કરિયાવર આપો નહીંતર અમે બંન્ને જણા તમારા ઘરે રહેવા આવી જશુ તેવી ધમકી આપતા રસીદાબેને જ્વલનશીલ પ્રવાહી પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *