જામનગરમાં બાળકીના મૃત્યુ બાદ ચાંદીપુરાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો, મૃત્યુઆંક આઠ થયો

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યા ધીમેં ધીમે વધી રહી છે. જેમાં ગઈકાલે મૃત્યુ પામનાર બાળ દર્દી નો રિપોર્ટ…

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યા ધીમેં ધીમે વધી રહી છે. જેમાં ગઈકાલે મૃત્યુ પામનાર બાળ દર્દી નો રિપોર્ટ પોઝિટિવ મળતા આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી છે.હાલ દાખલ દર્દીની સંખ્યા બેની છે.

ધ્રોલ તાલુકા ના રાજપરા ગામના ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક બાળકનુ સરકારી હોસ્પિટલ માં સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું. દરમ્યાન આજે આ બાળકનો રિપોર્ટ પોઝીટીવ મળ્યો હતો.આથી આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી છે.અને તંત્ર દ્વારા આનુસંગિક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ બાળકને તારીખ 7 ના રોજ ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું તારીખ 10 ના મૃત્યુ થયુ હતું. જામનગરની જી.જી. હોસ્પિટલમાં હાલમાં અત્યાર સુધીમાં 12 બાળ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી આઠના મૃત્યુ થયા છે. બે દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. જ્યારે બે દર્દીઓ હાલ સારવાર હેઠળ છે જેમાંથી એકનો રિપોર્ટ આવવાનો બાકી છે.

કાનાલુસ રોડ પર ખૂંટિયાએ ઢીંક મારતા ઓડીસાના યુવાનનું મોત
લાલપુર તાલુકાના કાનાલુસ રોડ પર ખૂંટિયાએ ઢીક મારતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ઓડિશાના 35 વર્ષીય શ્રમિક યુવાનનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજતાં મેઘપર પોલીસ મથકમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ, કાનાલુસ સીમમાં આવેલી એલ.સી.-8 કોલોનીમાં રહેતા અને મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસી બીજયા બેહરા સોલાબેહરા તા. 3 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે આરબલુસ માર્કેટ સામે આવેલા કાનાલુસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એક ખૂંટિયાએ તેમને ઢીક મારતાં તેઓ રસ્તા પર પટકાયા હતા અને શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્ત બીજયા બેહરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે તેમના સાથી શ્રમિક રતન બેહરા સોલાબેહરાએ પોલીસને જાણ કરતાં મેઘપર (પડાણા) પોલીસ મથકમાં બી.એન.એસ.એસ.ની કલમ-194 મુજબ અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ મથકના એ.એસ.આઈ. વી.સી. જાડેજા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *