RMCની વોર્ડ ઓફિસમાં જ રંગરેલિયા અને કબાટમાં દારૂના ચપલા

રાજકોટ મહાનગરપાલિકાના સામાકાંઠાના એક રંગીલા સ્વભાવના વોર્ડ ઇન્ચાર્જ અધિકારી અને એક મહિલા સફાઇ કામદાર વચ્ચેનું ઇલુઇલુ છાપરે ચડીને છતુ થયુ છે. વોર્ડ ઓફિસની અંદર જ…

રાજકોટ મહાનગરપાલિકાના સામાકાંઠાના એક રંગીલા સ્વભાવના વોર્ડ ઇન્ચાર્જ અધિકારી અને એક મહિલા સફાઇ કામદાર વચ્ચેનું ઇલુઇલુ છાપરે ચડીને છતુ થયુ છે. વોર્ડ ઓફિસની અંદર જ મહિલા સફાઇ કામદાર અને અધિકારી વચ્ચે ચુમ્માચાટીના દ્રશ્યો કોઇએ કેમેરામાં કેદ કરીને વિડિયો વાયરલ કરી દેતા ભારે ખળભળાટ મચી ગયો છે. મહિલા સફાઇ કામદાર વોર્ડ અધિકારીના ખોળામાં બેસીને એકબીજાને આલીંગન કરવામા મશગુલ હોય તેવા દ્રશ્યો આ વિડિયો સ્પષ્ટ દેખાય છે. એટલુ જ નહીં આ જ વોર્ડ ઓફિસમાં કબાટમાંથી રોયલ ચેલેન્જર બ્રાન્ડના દારૂૂના પાંચથી છ ચપલા પડ્યા હોવાનું પણ વિડિયોમાં દેખાય છે. દાઝના ભરેલા એક કર્મચારીએ છુપો કેમેરો ગોઠવીને વોર્ડ અધિકારી અને મહિલા સફાઇ કામદારની પ્રેમલીલાનું વ્યવસ્થિત સ્ટિંગ ઓપરેશન કરી લીધુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મળતી માહિતી મુજબ શહેરના સામાકાઠા વિસ્તારના એક વોર્ડના પરિણીત ઇન્ચાર્જ અધિકારી અને ત્યાં જ ફરજ બજાવતી એક પરિણીત મહિલા સફાઈ કામદાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલું ’ઇલુઇલુ’ હવે છાપરે ચડીને પોકારે તે રીતે જાહેરમાં છતું થઈ ગયું છે. વોર્ડ ઓફિસની અંદર જ આ બંને પ્રેમી પંખીડાઓ કોઈ પણ પ્રકારના ભય કે ડર વગર એકબીજાને આલિંગન આપતા અને ચુંબન કરવામાં મશગૂલ હોય તેવા રોમાંચથી ભરપૂર દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આ બંને વચ્ચેના સંબંધોની ચર્ચા તો લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ આ વખતે પુરાવા સાથેનો આ વીડિયો સામે આવ્યા છે. દાઝ ખાયેલા સાથી કર્મચારીએ જ ગુપ્ત કેમેરો ગોઠવ્યો હોવાની ચર્ચા છે. અધિકારીથી કોઇ કારણોસર દાઝના ભરેલા અથવા અણબનાવ ધરાવતા હિતશત્રુએ આ આખી પ્રેમલીલાનો ભાંડો ફોડવાનું ચોક્કસ આયોજન કર્યું હતું. તે કર્મચારીએ વોર્ડ ઓફિસની અંદર એક છૂપો (હિડન) કેમેરો ગોઠવી દીધો હતો અને આ બંને જ્યારે એકાંતમાં મળ્યા ત્યારે તેમનું વ્યવસ્થિત રીતે સ્ટિંગ ઓપરેશન કરી નાખ્યું હતું.

ચર્ચા એવી પણ છે કે આ પ્રેમ પ્રકરણમાં સંડોવાયેલી મહિલા સફાઈ કામદાર મહાનગરપાલિકામાં કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવે છે. કચેરીનો સત્તાવાર ઓફિસ સમય પૂરો થઈ ગયા પછી પણ આ બંને પ્રેમી પંખીડાઓ બરોબર પ્રેમક્રીડા માણવા માટે જ ઓફિસે રોકાતા હતા અને આ લવસ્ટોરી મનપાના અન્ય અનેક કર્મચારીઓની નજરે પણ ચડી ચૂકી હતી. જો કે, આ વખતે ગુપ્ત કેમેરામાં બન્નેની પ્રેમલીલા કેદ થઇ ગઇ હતી.

વીડિયો લીક થતાં જ અધિકારીને આવ્યો હાર્ટએટેક
સામાન્ય રીતે કોઈપણ બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચેનો પ્રેમ સંબંધ એ તેમની તદ્દન વ્યક્તિગત બાબત હોઈ શકે છે, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે આ બંને કર્મચારીઓએ સરકારી કચેરી જેવા જાહેર અને પવિત્ર સ્થળને જ પોતાની પ્રેમલીલાનું પાંજરૂ બનાવી દીધું. સોશિયલ મીડિયામાં આ ચુમ્માચાટીના દ્રશ્યો ખુલ્લા પડી ગયા હતા. પોતાની આ કરતૂતો જાહેર થતા બદનામીથી વોર્ડ ઇન્ચાર્જ અધિકારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ આઘાત અને આબરૂૂ જવાના ડરથી ડેમેજ કંટ્રોલ કરવાના ટેન્શનમાં ઇન્ચાર્જ અધિકારીને હળવો હાર્ટએટેક (હૃદયરોગનો હુમલો) આવી ગયો હતો, જેને પગલે તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની વાત પણ જાણવા મળી છે.

અગાઉ એક અધિકારી સામે પ્રેમ પ્રકરણમાં દુષ્કર્મના કેસ થતા નોકરી ગુમાવી હતી
રાજકોટ મહાનગરપાલિકામાં પ્રેમ પ્રકરણ એ આ કોઈ પ્રથમ ઘટના નથી. હજી થોડા સમય પહેલા જ મનપાના ટી.પી. વિભાગના એક અધિકારી પણ આવા જ એક હાઈપ્રોફાઈલ પ્રેમ પ્રકરણમાં ખરાબ રીતે ફસાયા હતા. તે કિસ્સામાં અધિકારી અને યુવતી વચ્ચેના પ્રેમ સંબંધોમાં ભંગાણ પડતાં મામલો ઉગ્ર બન્યો હતો અને યુવતીએ અધિકારી સામે દુષ્કર્મ (બળાત્કાર)ની ગંભીર કલમો હેઠળ પોલીસ કેસ દાખલ કરાવ્યો હતો. આ કાયદાકીય લડતમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અધિકારીને 48 કલાક સુધી પોલીસ લોકઅપની હવા ખાવી પડી હતી અને હાલમાં પણ આ અધિકારી સસ્પેન્શન હેઠળ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *