હુમલામાં ઘવાયેલા નસેડીએ વહેલી સવારે સિવિલ હોસ્પિટલ માથે લીધો

શહેરમાં ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા નસેડી યુવાન ઉપર અજાણયા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…

શહેરમાં ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા નસેડી યુવાન ઉપર અજાણયા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા કરશન અમરસંગભાઇ (ઉ.વ.42) વહેલી સવારે પોતાના ઘર પાસે હતો. ત્યારે અજાણયા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. નસેડી યુવાન દારૂના નશામાં હોસ્પિટલમાંથી ભાગવાની કોશીશ કરી હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમાં ખોડીયારનગરમાં રહેતા રમઝાનભાઇ મુશાભાઇ દાડા (ઉ.વ.48) સંધ્યા ટાણે આંબેડકરનગરમાં હતા ત્યારે રાજુવલી મહમદે ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. આધેડને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉ5રોકત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *