પોલીસ ચેકિંગ: રાત્રે બે કલાકમાં છરી સાથે 33 અને 37 પીધેલા પકડાયા

રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો અને ટ્રાફિકના નિયમભંગ કરનારા વાહનચાલકો પર લગામ કસવાના ભાગરૂૂપે મોડી રાત્રે ડીસીપી જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં શહેભરની પોલીસ દ્વારા ‘મેગા કોમ્બિંગ ઓપરેશન’…

રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો અને ટ્રાફિકના નિયમભંગ કરનારા વાહનચાલકો પર લગામ કસવાના ભાગરૂૂપે મોડી રાત્રે ડીસીપી જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં શહેભરની પોલીસ દ્વારા ‘મેગા કોમ્બિંગ ઓપરેશન’ હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રિના 12 વાગ્યાથી શરૂૂ કરીને વહેલી સવારના 2 વાગ્યા સુધી ચાલેલા આ બે કલાકના સઘન ચેકિંગ દરમિયાન શહેરભરમાંથી પિસ્તોલ-છરી જેવા ઘાતક હથિયારો, દારૂૂ પીને વાહન ચલાવનારાઓ તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા અનેક વાહનચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. ચેઈંગ દરમિયાન છરી જેવા હથિયારો સાથે 33 શખ્સો અને દારૂૂ પીને વાહન ચલાવતા 37 વાહનચાલકો ઝડપાયા હતા તેમજ 202 વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા. બ્લેક ફિલ્મ લગાડેલ 76 નંબર પ્લેટ વિનાના 89 વાહન ચાલકો ઝપટે ચડ્યા હતા.

ડીસીપી જગદીશ બાંગરવાએ તમામ પોલીસ સ્ટાફને પોલીસ કમિશ્નર કચેરી ખાતે બોલાવી કડક ચેકિંગ અને કોમ્બિંગ માટે સુચના આપી હતી. બે કલાકના આ મેગા કોમ્બિંગ ઓપરેશન’માં શહેરભરના તમામ પોલીસ મથકનો સ્ટાફ તેમજ ક્રાઈમ બ્રાંચ,એસઓજી, પેરોલ ફર્લો સ્કોડ, પીસીબી, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સહીતની અલગ અલગ ટીમો સામેલ થઇ હતી.

આ સમગ્ર ઓપરેશન દરમિયાન છરી જેવા હથિયારો સાથે 33 શખ્સો અને દારૂૂ પીને વાહન ચલાવતા 37 વાહનચાલકો પોલીસની ગિરફ્તમાં આવ્યા હતા. પોલીસે કુલ 202 વાહનો ડિટેઇન કર્યા હતા. શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને ગુનેગારોમાં ધાક બેસાડવાના હેતુથી યોજાયેલા આ કોમ્બિંગમાં તમામ ડીસીપી જગદીશ બાંગરવા સાથે શહેરના તમામ પોલીસ મથકોના ઇન્ચાર્જ પીઆઈ પીએસઆઈ તેમજ વિશાળ પોલીસ સ્ટાફ પ્રત્યક્ષ રીતે જોડાઈ ગયો હતો. શહેરના તમામ મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો મહત્વના ચેકિંગ પોઈન્ટ અને ચોક તેમજ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ પર નાકાબંધી કરીને વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.પોલીસના સત્તાવાર આંકડાઓ મુજબ રાજકોટ તાલુકા પોલીસ મથકના વિસ્તારની હદમાંથી છરી જેવા તીક્ષ્ણ હથિયાર સાથે સૌથી વધુ 6 શખ્સો પકડાયા હતા. આ ઉપરાંત દારૂૂ પીધેલી હાલતમાં 44 શખ્સો ઝડપાયા હતા.

ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં દારૂૂ ઢીંચીને વાહન ચલાવતા સૌથી વધુ 10 શખ્સો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયા હતા. તેમજ 1 શખ્સ હથિયાર સાથે ઝડપાયો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે 1 શખ્સને હથિયાર સાથે ઝડપી લીધો હતો. શહેરમાં ચર્ચાનો વિષય બનેલી બાબત એ હતી કે દેશી દારૂૂના અડ્ડાઓ માટે જાણીતા થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ખૂણેખૂણો ખૂંદી વળ્યા છતાં એક પણ વ્યક્તિ દારૂૂ પીધેલી હાલતમાં પકડાઈ ન હતી, જયારે ટ્રાફિક નિયમભંગ બદલ રૂૂ. 3.31 લાખનો દંડ વસૂલાયો હતો. કોમ્બિંગ ઓપરેશન દરમિયાન વાહન ચેકિંગ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો જેમાં એમવી એક્ટ 207 હેઠળ કાર્યવાહી કરી પોલીસે કુલ 202 વાહનો ડિટેઇન કર્યા હતા.

ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા 585 વાહનચાલકો પાસેથી રૂૂ. 3.31 લાખનો સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. નંબર પ્લેટ વગરના અને બ્લેક ફિલ્મ વાળા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં નંબર પ્લેટ વગર અથવા ફેન્સી નંબર પ્લેટ વાળા 89 વાહનો જપ્ત કરાયા હતા. આ ઉપરાંત વાહનના કાચ પર ગેરકાયદેસર બ્લેક ફિલ્મ લગાડેલી હોય તેવી 76 કાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. શહેર પોલીસની આક્રમક રણનીતિ અને મોડી રાત્રિના આ સરપ્રાઈઝ ચેકિંગથી અસામાજિક તત્વો અને રોડ પર રોંગ સાઈડ કે નશામાં વાહન ચલાવનારા તત્વોમાં ભારે ફાળ પડી છે. આવનારા દિવસોમાં પણ આવા સઘન ચેકિંગ ઓપરેશનો ચાલુ રહેશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

પોલીસ ચેકિંગ આવતા ચા-પાનના ગલ્લે રાત ઉજાગરા કરતા તત્વોમાં નાસભાગ
શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બનાવવાના હેતુથી રાજકોટ પોલીસ દ્વારા મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ’નાઇટ કોમ્બિંગ’ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને સ્થાનિક પોલીસ મથકોની ટીમોએ સંયુક્તપણે કામગીરી કરી હતી. આ કોમ્બિંગ દરમિયાન શહેરના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય સર્કલો અને નાકા પર વાહન ચેકિંગ, હિસ્ટ્રીશીટરો તેમજ શંકાસ્પદ ઈસમોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ નાઇટ કોમ્બિંગ દરમિયાન શહેરના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય ચાર રસ્તાઓ, પાનના ગલ્લા, ચા-નાસ્તાની હોટલો અને જાહેર સ્થળો પર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. રાત્રિના સમયે અનાવશ્યક આંટાફેરા મારતા અને પાનના ગલ્લે પડ્યા પાર્થયા રહેતા શંકાસ્પદ ઇસમોમાં નાશભાગ મચી ગઈ હતી, તેમજ દારૂૂ પીને રખડતા નશાખોરો તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે અનેક વાહનો ડિટેઇન કર્યા હતા. પોલીસ ટીમોએ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રીશીટરો અને આરોપીઓના રહેઠાણો પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી. આ કામગીરી દરમિયાન નશાકારક પદાર્થોની હેરાફેરી, ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અનેક ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અસામાજિક તત્વોમાં ભય અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે તે માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું રાત્રી પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *