ધોરાજીના ડુમિયાણી પાસે હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર યુવકનું મિત્રની નજર સામે મોત

રાણાવાવમાં રહેતા બે મિત્રો બાઇક લઇને રાજકોટ બોલેરો લેવા આવતા હતા ત્યારે ધોરાજીના ડૂમિયાણી નજીક અજાણયા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડવાતા અકસ્માત સર્જાયો હતો. હિટ…

રાણાવાવમાં રહેતા બે મિત્રો બાઇક લઇને રાજકોટ બોલેરો લેવા આવતા હતા ત્યારે ધોરાજીના ડૂમિયાણી નજીક અજાણયા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડવાતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઇક સવાર યુવકનુ મિત્રની નજર સામે જ મોત નીજપતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાણાવાવમાં રહેતા સંજય વેલજીભાઇ સોમાણી (ઉ.વ.23) અને તેનો મિત્ર મહેશ રમેશભાઇ મકવાણા (ઉ.વ.32) બાઇક લઇ રાજકોટ બોલેરો લેવા આવતા હતા. ત્યારે ડૂમિયાણી અને સુપેડી ગામે વચ્ચે અજાણયા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બંન્ને યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હાસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જયા ગંભીર રીતે ઘવાયેલા મહેશ મકવાણાનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મૃતક બે ભાઇમાં નાના અને અપરિણત હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં વંથલીમાં રહેતા ઉર્મીલાબેન ઇમરાનભાઇ મટારી (ઉ.વ.24)અને તેનો પુત્ર નવાઝ ઇમરાનભાઇ મટારી (ઉ.વ.2) ઇમરાન મટારીની રિક્ષામાં બેસી ગલીયાવડ જમવા ગયા હતા. જયાથી પરત આવતી વખતે કોયલી રોડ પર અચાનક ભૂડ આડૂ ઉતરતા રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. જે રિક્ષા અકસ્માતમાં ઘવાયેલી માતા-પુત્રને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉ5રોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *