સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવાઓ અને ફિલ્ટર બેગની અછત

રાજકોટમાં થેલેસેમિયા મેજર પીડીત બાળકોને છેલ્લા લાંબા સમયથી ભારે હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને લેખીત…

રાજકોટમાં થેલેસેમિયા મેજર પીડીત બાળકોને છેલ્લા લાંબા સમયથી ભારે હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી હતી.

રજુઆતમાં જણાવ્યું હતું કે સીવીલ હોસ્પિટલમાં થેલેસેમીયા મેજર બાળકોને રકતની સાથે આવતા વધારાના તત્વોને ઘટાડવા માટે કેલ્કર નામની દવા આપવામાં આવે છે. જે બાળકો માટે ખુબ જ જરૂૂરી છે. પરંતુ મહીનાઓથી આ દવા સીવીલ ખાતે અવેલેબલ જ નથી. બાળકોને ડેસ્કરાલ ઈન્જેકશનની જરૂૂર પડતી હોય છે. જે ઈન્જેકશન વર્ષોથી સીવીલમાં ઉપલબ્ધ નથી. થેલેસેમીક બાળકોને હર 15-દિવસે બ્લડ ચડાવવું પડે છે. તો સામાન્ય (આર.સી.સી.) બ્લડ જો ચડાવવામાંઆવે તો બાળકોન તેનું રીએકશન આવે છે. તાવ,ધ્રુજારી, ખુબ જ માથુ દુ:ખવું, ખંજવાળ આવવી, શરીરે મોટા-નાના ફોલ્લા નીકળવા જેવું રીએશન આવે છે. જેથી બાળકની હાલત ખુબ જ ખરાબ થઈ જાય છે.

આમની માટે દાતા ધ્વારા સીવીલને બ્લડ ફિલ્ટર કરવાનું એલ.આર. મશીન આપેલ છે. જેના બાળકોને શુધ્ધ ફિલ્ટર લોહી મળવાથી રીએકશન આવતું નથી. પરંતુ છેલ્લા મહીનાઓથી મશીન એમને એમ છે. એલ.આર. રક્ત એકત્રિત કરવાની બેગ સીવીલમાં ઉપલબ્ધ નથી.

જો એલ.આર. બોટલ ન હોય તો ફિલ્ટર સેટ આવે જે પણ બાળકોને રીએકેશન રોકવામાં મદદરૂૂપ થાય છે. પણ મહીનાઓથી ફિલ્ટર સેટ પણ સીવીલમાં અવેલેબલ નથી. બાળકોની માટે બ્લડ પણ અવેલેબલ હોતું નથી. બહારથી ડોનર શોધવા પડે છે. કુદરતી પ્રકોપ જેવી બીમારીથી બાળકોને હેરાનગતિ હોય છે. પરંતુ આ બધી વસ્તુઓથી તેમને રાહત મળતી હોય છે. પરંતુ જો આ પણ ન મળે તો બાળકોની હાલત કફોડી થઈ જાય છે. જીવન ઝેર સમાન બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *