જામનગર પંથકમાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ, કાલાવડનો બાળક સારવારમાં

જામનગર શહેર જિલ્લાના સહિત સમગ્ર હાલાર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસો વધી રહ્યા છે. દરમિયાન જામનગર જિલ્લા ના કાલાવડ ના એક બાળ દર્દી ને શંકાસ્પદ ચાંદીપુરા…

જામનગર શહેર જિલ્લાના સહિત સમગ્ર હાલાર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસો વધી રહ્યા છે. દરમિયાન જામનગર જિલ્લા ના કાલાવડ ના એક બાળ દર્દી ને શંકાસ્પદ ચાંદીપુરા ના દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યો છે.આમ અત્યાર સુધી માં ચાંદીપુરા ના કુલ આઠ શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે. જેમાં થી કુલ પાંચ ના મૃત્યુ થયા છે. જ્યારે હાલ ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે.

જામનગર જિલ્લાના કાલાવડ ના બાળક ને ગઈકાલે ગંભીર બીમારી ની હાલતમાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને શંકાસ્પદ ચાંદીપુરા ના દર્દી ગણીને જરૂૂરી નમુના લેવામાં આવ્યા હતા. અને તપાસ માટે લેબોરેટરી માં મોકલવામાં આવ્યા હતા.જો કે તેનો રિપોર્ટ નેગેટિવ મળ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ આઠ બાળ દર્દીઓને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ પાંચના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે.જ્યારે હાલની સ્થિતિએ ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે. આમ આજ દિવસ સુધીમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *