ગોંડલની ગૌસંસ્થા સાથે 3.83 લાખની છેતરપિંડી, ઓફિસ મેનેજર સામે ફરીયાદ

ગોંડલ તાલુકામાં આવેલી નામાંકિત ગોપાલન અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કાર્યરત ’ગીર ગૌ જતન સંસ્થાન’ સાથે રૂૂ. 3,83,920ની વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…

ગોંડલ તાલુકામાં આવેલી નામાંકિત ગોપાલન અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કાર્યરત ’ગીર ગૌ જતન સંસ્થાન’ સાથે રૂૂ. 3,83,920ની વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સંસ્થામાં મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સે જ પંચગવ્ય પ્રોડક્ટ્સના વેચાણની લાખો રૂૂપિયાની રકમ સંસ્થાના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઇ મોટો વિશ્વાસઘાત આચર્યો છે.

મળતી વિગતો ’ગીર ગૌ જતન સંસ્થાના સંચાલક રમેશભાઈ રૂૂપારેલીયાએ આ મામલે સંસ્થામાં મેનેજર તરીકે ફરજ બજાવતા શાંતનુ પાનીગ્રહી સામે નોંધાવેલી ફરિયાદના આધારે ગોંડલ બી ડીવિઝન પોલીસે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગોંડલ વોરાકોટડા રોડ પર રહેતા રમેશભાઈ વેલજીભાઈ રૂૂપારેલીયા ‘ગીર ગૌ જતન સંસ્થાન’ ચલાવે છે.

તેમની સંસ્થામાં ભાયાવદરના વતની અને હાલ ગોંડલ રહેતા વિજયભાઈ હમીરભાઇ જંજવાડીયા છેલ્લા સાતેક મહિનાથી રૂૂ. 45,000ના માસિક પગારથી મેનેજર તરીકે નોકરી કરતો હતો. મેનેજર તરીકે વિજય પાસે ઓર્ડર ક્ધફર્મ કરવા, વેબસાઇટ સંભાળવી, પાર્સલ ડિસ્પેચ કરવા અને પેમેન્ટ જમા કરાવવાની જવાબદારી હતી.
ઓડિશાના ગંજમ જિલ્લાના શાંતનુ મનોરંજન પાનીગ્રહી નામના વેપારીએ આ સંસ્થાન ખાતેથી તાલીમ લીધા બાદ ઓડિશામાં પંચગવ્ય પ્રોડક્ટ્સનું વેચાણ શરૂૂ કર્યું હતું. તા. 01 ફેબ્રુઆરી 2026 થી 16 એપ્રિલ 2026 દરમિયાન શાંતનુ પાનીગ્રહીએ ખરીદેલા માલ-સામાન પેટે રૂૂ. 3,83,920 સંસ્થાનના યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં જમા કરાવવાના હતા.

પરંતુ, મેનેજર વિજયે આ રકમ સંસ્થાના ખાતામાં જમા કરાવવાને બદલે પોતાના અંગત બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આરોપીએ અલગ-અલગ 14 તારીખોમાં કટકે-કટકે કુલ રૂૂ. 3,83,920 પોતાના ખાતામાં સરકાવી લઈ સંસ્થાન સાથે વિશ્વાસઘાત આચર્યો હતો. હિસાબોની ચકાસણી દરમિયાન કૌભાંડ સામે આવતા રમેશભાઈ રૂૂપારેલીયાએ ગોંડલ બી ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. પીએસઆઈ એ.વી. સાંભટ દ્વારા કેસની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *