ઉના-જામવાળા રોડ ઉપર 12 સિંહોનું ટોળું નીકળ્યું

જામવાળા,માધુપુર ગીરની ધરતી પર જ્યારે વાદળો વરસી રહ્યા હોય અને જંગલની ભીની માટીમાંથી કુદરતની સુગંધ પ્રસરી રહી હોય, ત્યારે ગીરના વનરાજ પોતાના સામ્રાજ્યમાંથી બહાર આવી…

જામવાળા,માધુપુર ગીરની ધરતી પર જ્યારે વાદળો વરસી રહ્યા હોય અને જંગલની ભીની માટીમાંથી કુદરતની સુગંધ પ્રસરી રહી હોય, ત્યારે ગીરના વનરાજ પોતાના સામ્રાજ્યમાંથી બહાર આવી રસ્તા પર આવી ચડે એ દૃશ્યને શબ્દોમાં વર્ણવવું પણ જાણે કુદરતની ભવ્યતાને સીમિત કરવા જેવું છે. આવો જ એક અલૌકિક અને રોમાંચથી ભરેલો નજારો જામવાળા, માધુપુર રોડ પર જોવા મળ્યો, જ્યાં એકસાથે 12 સિંહોના ટોળાએ રોડ પર આવી જાણે પોતાના સામ્રાજ્યની હદ જાહેર કરી દીધી હોય તેમ આંટા ફેરા માર્યા હતાં.

રવિવારે વરસાદી માહોલ વચ્ચે ગીરના જંગલ વિસ્તારમાં આવેલા જામવાળામાધુપુર રોડ પર અચાનક સિંહોના ટોળાનો પ્રવેશ થયો. એક નહીં, બે નહીં પરંતુ એકસાથે 12 સિંહો રોડ પર જોવા મળતાં વાહનચાલકો માટે આ ક્ષણ અવિસ્મરણીય બની ગઈ.

સિંહણો અને સિંહબાળ સહિતનું આ વિશાળ ટોળું અત્યંત નિર્ભયતાથી રોડ પર આગળ વધતું જોવા મળ્યું. જાણે થોડા સમય માટે રસ્તો વાહનો માટે નહીં પરંતુ ગીરના વનરાજ માટેનો શાહી માર્ગ બની ગયો હોય! સિંહોના ટોળાને રોડ પર નિહાળતા વાહનચાલકો એ તાત્કાલિક પોતાના વાહનો થોભાવી દીધા હતા અને સુરક્ષિત અંતર જાળવી આ અદ્ભુત નજારો નિહાળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *