સગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમી અને તેના મિત્રએ દુષ્કર્મ ગુજાર્યું

શહેરના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, પ્રેમીએ સગીરાનું અપહરણ કરી, અવારનવાર દુષ્કર્મ આચરવા તેમજ મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ…

શહેરના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, પ્રેમીએ સગીરાનું અપહરણ કરી, અવારનવાર દુષ્કર્મ આચરવા તેમજ મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરી ઢોરમાર મારવાના બનાવમાં થોરાળા પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને વિશાલ સામાભાઈ ભુવા નામના શખસે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ વિશાલ ભુવાએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું અને પોતાની સાથે રાખી તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ તેના મિત્ર સંબંધ માટે દબાણ અને ઢોરમાર પીડિત સગીરાનો આક્ષેપ છે કે, આરોપી વિશાલ ભુવાએ તેને પોતાની સાથે રાખ્યા બાદ તેના મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બાંધવા માટે ભારે દબાણ કર્યું હતું. જ્યારે સગીરાએ આ અમાનવીય માગણીનો વિરોધ કર્યો અને ના પાડી, ત્યારે આરોપી વિશાલે સગીરાને ઢીકા-પાટુનો ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઘરમાં ઘૂસી એકલતાનો લાભ ઉઠાવી અન્ય શખસનું દુષ્કર્મ આ બનાવ દરમિયાન, સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે સગીરાના ઘરે અવારનવાર આવતા અને સગીરા જેને ’વિશાલ માસા’ તરીકે બોલાવતી હતી તે અસલમભાઈ પઠાણ નામનો શખસ ઘરમાં ઘૂસી ગયો હતો. અસલમ પઠાણે સગીરાની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ તેણે સગીરાને ધમકી આપી હતી કે જો આ બાબતે કોઈને પણ જાણ કરશે તો તે સગીરાને તથા વિશાલને જાનથી મારી નાખશે. પોલીસ કાર્યવાહી અને પોક્સો હેઠળ ગુનો આ સમગ્ર અમાનવીય અને ભયાનક આપવીતી સગીરાએ હિંમત ભેગી કરી પોતાના પરિવારને જણાવી હતી.

આ સાંભળી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ સગીરાના કાકીએ તાત્કાલિક થોરાળા પોલીસ સ્ટેશનમાં પહોંચી બંને આરોપીઓ સામે લેખિત ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પી.આઈ સોઢા તથા તેમની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓ વિશાલ સામાભાઈ ભુવા અને અસલમભાઈ પઠાણ સામે પોક્સો એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને સકંજામાં લઈ લીધા છે અને આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *