ધ્રાંગધ્રામાં શિશુકુંજ સ્કૂલના ક્લાર્કનો ગળેફાંસો ખાઇ આપઘાત

ધ્રાંગધ્રા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હળવદ રોડ વિસ્તારમાં રહેતા અને શિશુકુંજ ખાનગી સ્કૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય આધેડે રવિવારે સવારે…

ધ્રાંગધ્રા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હળવદ રોડ વિસ્તારમાં રહેતા અને શિશુકુંજ ખાનગી સ્કૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય આધેડે રવિવારે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

મૃતકનું નામ અજયભાઈ કનૈયાલાલ દવે (ઉંમર આશરે 50 વર્ષ) છે. તેમણે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી.

પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળનું કારણ અગમ્ય હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે હાલ આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *