ઘર બનાવવાનું સપનું થશે મોંઘુ, સિમેન્ટના ભાવમાં તોળાતો વધારો

ખાદ્યપદાર્થો અને પીણાંની સાથે સાથે બાંધકામ સામગ્રીના ભાવમાં પણ વધારો થવા લાગ્યો છે. સપ્ટેમ્બરમાં સિમેન્ટના ભાવમાં પ્રતિ બેગ ₹7નો વધારો થયો હતો. ઓક્ટોબરમાં પણ રાહત…

ખાદ્યપદાર્થો અને પીણાંની સાથે સાથે બાંધકામ સામગ્રીના ભાવમાં પણ વધારો થવા લાગ્યો છે. સપ્ટેમ્બરમાં સિમેન્ટના ભાવમાં પ્રતિ બેગ ₹7નો વધારો થયો હતો. ઓક્ટોબરમાં પણ રાહત મળવાના કોઈ સંકેત દેખાતા નથી.

સિમેન્ટના ભાવ વધવાનું શરૂૂ થઈ ગયું છે અને આગામી ઓક્ટોબર મહિનામાં તેમાં વધુ વધારો જોવા મળી શકે છે. એવી અપેક્ષા છે કે સિમેન્ટ ઉત્પાદકો ઓક્ટોબરમાં પ્રતિ બેગ ₹5 થી ₹20 સુધીનો ભાવ વધારો કરી શકે છે. ચોમાસાની ઋતુ પૂરી થતાં અને બાંધકામ પ્રવૃત્તિઓ ફરી વેગ પકડતી હોવાથી ભાવમાં નોંધપાત્ર વધારો થવાની પ્રબળ શક્યતા છે.એક અહેવાલ મુજબ, ભાવમાં આ વધારો કેટલો ટકી રહેશે તેનો આધાર માંગમાં થતા વધારા અને ડીલરો વધેલા ભાવ સ્વીકારવા તૈયાર છે કે નહીં તેના પર રહેલો છે.

સેન્ટ્રમના અહેવાલ મુજબ, તાજેતરના અઠવાડિયામાં ઈંધણના વધતા ખર્ચને કારણે સિમેન્ટ કંપનીઓને ભાવ વધારવાની ફરજ પડી છે. જોકે, ભાવ વધારો સંપૂર્ણપણે માંગ પર નિર્ભર રહેશે. અગાઉના બે મહિનામાં સિમેન્ટના ભાવમાં બહુ ઓછો ફેરફાર જોવા મળ્યો હતો, પરંતુ સપ્ટેમ્બરમાં ભાવ વધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

જુલાઈ અને ઓગસ્ટમાં ભાવ પ્રમાણમાં સ્થિર રહ્યા બાદ, સપ્ટેમ્બરમાં દેશભરમાં સિમેન્ટની સરેરાશ ટ્રેડ પ્રાઈસ (વેપાર કિંમત) પ્રતિ બેગ ₹7 વધીને ₹356 પર પહોંચી હતી. સેન્ટ્રમના વિશ્ર્લેષણ મુજબ, મહિના દરમિયાન ટ્રેડ અને નોન-ટ્રેડ એમ બંને સેગમેન્ટમાં ભાવ વધ્યા હતા. મોટાભાગના બજારોમાં નોન-ટ્રેડ સેગમેન્ટમાં ભાવમાં વધુ તીવ્ર વધારો જોવા મળ્યો હતો. આ એવું સેગમેન્ટ છે જ્યાં કંપનીઓ તેમના ઉત્પાદનો નાના ગ્રાહકોને બદલે મોટા બિલ્ડરો અથવા કોન્ટ્રાક્ટરોને વેચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *