IPLનો બિઝનેસ 1.96 લાખ કરોડને પાર, બ્રાંડ વેલ્યુમાં RCB નં.1

ગુજરાત મિરર, નવીદિલ્હી,તા.30 IPL દુનિયાની સૌથી અમીર ક્રિકેટ લીગ જ નહીં પરંતુ ખેલાડીઓનું જીવન બદલી નાખનારું મંચ બની ચૂક્યું છે. 2008માં શરૂૂ થયેલી ઇન્ડિય પ્રીમિયર…

ગુજરાત મિરર, નવીદિલ્હી,તા.30
IPL દુનિયાની સૌથી અમીર ક્રિકેટ લીગ જ નહીં પરંતુ ખેલાડીઓનું જીવન બદલી નાખનારું મંચ બની ચૂક્યું છે. 2008માં શરૂૂ થયેલી ઇન્ડિય પ્રીમિયર લીગ આજે 20 બિલિયન યુએસ ડોલર (1.90 લાખ કરોડ રૂૂપિયા) કરતાં પણ વધુનો બિઝનેસ બની ચૂક્યું છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક હૂલીહાન લોકી એ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં IPL ની કુલ બિઝનેસ વેલ્યુ 20.6 બિલિયન ડોલર બતાવવામાં આવી છે, જે લગભગ 1.96 લાખ કરોડ રૂૂપિયાના બરાબર છે. ચાલુ વર્ષે 2 ફ્રેન્ચાઇઝીના માલિક પણ બદલાયા હતા, જેમાં RCBફ્રેન્ચાઇઝીને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ, બ્લેકસ્ટોન અને આદિત્ય બિરલા ગ્રુપે મળીને 1.78 બિલિયન ડોલરમાં ખરીદી હતી. બીજી તરફ રાજસ્થાન રોયલ્સને મિત્તલ પરિવાર અને અદાર પૂનાવાલાએ મળીને 1.65 કરોડ રૂૂપિયામાં ખરીદી હતી. માત્ર IPL જ નહીં પરંતુ ટીમોની બ્રાન્ડ વેલ્યુ પણ આકાશને અડી રહી છે. હૂલીહાન લોકી દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર આ વખતે IPL ની બિઝનેસ વેલ્યુમાં 11.4 ટકાનો વધારો થયો છે. પ્રતિ મેચ વેલ્યુએશનની વાત કરીએ તો IPL હવે માત્ર અમેરિકન ફૂટબોલ લીગ ગઋકથી પાછળ છે. માત્ર IPL ની જ બ્રાન્ડ વેલ્યુમાં 4.3 બિલિયન ડોલર (4.085 લાખ કરોડ રૂૂપિયા) નો વધારો થયો છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી કિંમતી એટલે કે મોસ્ટ વેલ્યુએબલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે. RCBની બ્રાન્ડ વેલ્યુ 16 ટકા વધીને 312 મિલિયન યુએસ ડોલર (2,964 કરોડ રૂૂપિયા) પર પહોંચી ગઈ છે, અને તે એવી પહેલી ટીમ પણ છે, જેની વેલ્યુએશન 300 મિલિયન ડોલર (2,850 કરોડ રૂૂપિયા) ને પાર પહોંચી છે. જ્યારે 2025માં બેંગ્લોરની વેલ્યુ 269 મિલિયન ડોલર (2,555.5 કરોડ રૂૂપિયા) થઈ જતી હતી. સૌથી વધુ વેલ્યુએબલ ટીમોના મામલે મુંબઈ ઇન્ડિયન્સ બીજા સ્થાને છે, જેની વેલ્યુ 264 મિલિયન ડોલર (2,508 કરોડ રૂૂપિયા) થઈ ગઈ છે. વળી 245 મિલિયન ડોલર (2,327.5 કરોડ રૂૂપિયા)ની વેલ્યુ સાથે કોલકાતા નાઇટ રાઇડર્સ ત્રીજા સ્થાને છે. ત્યાર પછી 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો નંબર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *