રાજકોટ ઝૂમાં સિંહણ ધરતીએ ત્રેલડાને જન્મ આપ્યો, સિંહની કુલ સંખ્યા 20 થઇ

રાજકોટ ઝૂમાં વધુ એક સિંહણને ત્યાં પારણુ બંધાયુ છે અને સિંહણે ત્રેલડાને જન્મ આપ્યો છે. એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધરતી સંવનનથી 107…

રાજકોટ ઝૂમાં વધુ એક સિંહણને ત્યાં પારણુ બંધાયુ છે અને સિંહણે ત્રેલડાને જન્મ આપ્યો છે. એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધરતી સંવનનથી 107 દિવસના ગર્ભાવસ્થાના અંતે સિંહ માદા ધરતી દ્વારા તા.22/07/2026ના રોજ રાત્રીના સમયે સિંહ બાળ જીવ 03(ત્રણ)નો જન્મ થયેલ છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે.

અગાઉ તા.11/06/2026ના રોજ સિંહણ ધારા દ્વારા ત્રણ બચ્ચાંઓને જન્મ આ5વામાં આવેલ. આ બચ્ચાંઓ પણ હાલ તંદુરસ્ત છે. સામાન્ય રીતે સિંહ, વાઘ, દિ5ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્ચાંને જન્મ આ5તા હોય છે.

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે એશીયાઇ સિંહ બાળ03નો જન્મ થતા એશીયાઇ સિંહની સંખ્યા 20 થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-04, પુખ્ત માદા-08, પાઠડા નર-02 તથા બચ્ચા-06નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *