જેતપુરના જનતાનગરમાં મહિલાના ઘરે છૂપાવેલ રૂા.1.30 લાખનો વિદેશી દારૂ મળ્યો

જેતપુર પોલીસે જનતાનગર-3 વિસ્તારમાં બે અલગ-અલગ દરોડા પાડી પોલીસે કુલ રૂૂ. 1,30,166 ની કિંમતનો વિદેશી દારૂૂનો જથ્થો જપ્ત કર્યો છે. જોકે, બંને દરોડા દરમિયાન મહિલા…

જેતપુર પોલીસે જનતાનગર-3 વિસ્તારમાં બે અલગ-અલગ દરોડા પાડી પોલીસે કુલ રૂૂ. 1,30,166 ની કિંમતનો વિદેશી દારૂૂનો જથ્થો જપ્ત કર્યો છે. જોકે, બંને દરોડા દરમિયાન મહિલા બુટલેગર સહીત ત્રણ શખ્સો પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂૂ કરી છે.

પ્રથમ દરોડાની મળતી વિગતો અનુસાર, જેતપુર-ધોરાજી રોડ પર આવેલા જનતાનગર-3 વિસ્તારમાં વિજયભાઇ કાંતીભાઇ વેગડા નામના શખ્સના રહેણાંક મકાનની બાજુમાં આવેલ ખાલી પ્લોટમાં બાવળની કાંટમાં ગેરકાયદેસર વિદેશી દારૂૂ સંતાડવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે ચોક્કસ સ્થળે રેઇડ પાડતાં બાવળની કાંટમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂૂના જુદી જુદી બ્રાન્ડના કુલ 573 નંગ ચપલા મળી આવ્યા હતા.

જેની કુલ કિંમત રૂૂ. 91,710 આંકવામાં આવી છે. દરોડા દરમિયાન આરોપી વિજય કાંતીભાઇ વેગડા સ્થળ પર હાજર મળી આવ્યો ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, ઉદ્યોગનગર પોલીસ ટીમે જનતાનગર-3 ખાતે જ આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.

આ મકાનમાં આરોપી મહિલા ખુશ્બુબેન સલીમભાઇ મુલતાના તથા નાશીરખાન મહેબુબખાન મલેક દ્વારા ગેરકાયદેસર રીતે વિદેશી દારૂૂનો જથ્થો રાખી વેચાણ કે સંગ્રહ કરવામાં આવતો હોવાની માહિતી મળી હતી.
પોલીસે મકાનની તલાશી લેતાં જુદી જુદી બ્રાન્ડની કુલ 13 નંગ ઇંગ્લિશ દારૂૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂૂ. 38,456 થાય છે.. દરોડા સમયે બંને આરોપીઓ સ્થળ પર મળી આવ્યા ન હતા, જેથી પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા ટૂંકા સમયગાળામાં જનતાનગર-3 માં પાડવામાં આવેલા આ બે દરોડાથી ગેરકાયદેસર દારૂૂનો વેપાર કરતા તત્વોમાં સન્નાટો વ્યાપી ગયો છે. પોલીસે કુલ રૂૂ. 1,30,166 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *