જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી.માં બ્રાસની ભઠ્ઠીમાં બ્લાસ્ટ, બે શ્રમિક દાઝ્યા

જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા વિઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલી શેડ નાં 333 માં આવેલી એલાઈડ મેટલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આજે બપોરે આશરે બે વાગ્યાના…

જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા વિઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલી શેડ નાં 333 માં આવેલી એલાઈડ મેટલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આજે બપોરે આશરે બે વાગ્યાના અરસામાં બ્રાસની ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થતાં બે શ્રમિક ગંભીર રીતે દાઝી જવાની ઘટના બની હતી. બનાવને પગલે ફેક્ટરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ બ્રાસ ઓગાળવાની પ્રક્રિયા દરમિયાન ભઠ્ઠીમાંથી પીગળેલા ધાતુનો ફુવારો અચાનક જોરદાર ધડાકા સાથે ઉડતા નજીક કામ કરી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ દરેડ વિસ્તારમાં રહેતા હરિઓમ રાજપુત (ઉંમર વર્ષ 23) તેમજ મૂળ નેપાળના વતની અને હાલ દરેડ વિસ્તારમાં રહેતા પ્રેમ સોનારા (ઉમર વર્ષ 40) નામના બે શ્રમિકો તેની ઝપેટમાં આવી દાઝી ગયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ દાઝેલા બંને શ્રમિકોની સારવાર ચાલી રહી છે. તેમાં નેપાળી શ્રમિકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય શ્રમિકની પણ તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતાં પંચકોશી બી ડિવિઝનના પી.આઈ. વીરેન રાઠોડ અને તેમની પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે તેમજ જી.જી. હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે જરૂૂરી નોંધ કરીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે બ્રાસની ભઠ્ઠીમાં અચાનક થયેલા બ્લાસ્ટને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *