સુલ્તાનપુરમાં થયેલી રૂા.7.50 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, દંપતીની ધરપકડ

ગોંડલના સુલતાનપુરના નવાગામ લીલાખા રોડ પર ધોળા દિવસે થયેલી રૂૂ.7.50 લાખની ઘરફોડ ચોરીમાં ભરૂૂડી ટોલનાકા પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના, રોકડ અને ગુન્હામાં વપરાયેલી ઓટો રીક્ષા…

ગોંડલના સુલતાનપુરના નવાગામ લીલાખા રોડ પર ધોળા દિવસે થયેલી રૂૂ.7.50 લાખની ઘરફોડ ચોરીમાં ભરૂૂડી ટોલનાકા પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના, રોકડ અને ગુન્હામાં વપરાયેલી ઓટો રીક્ષા સહિત રૂૂ.9,23,340 ના મુદ્દામાલ સાથે રીક્ષા ગેંગના પતિ-પત્નીની ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ સુલતાનપુરના નવાગામ લીલાખા રોડ પર ધોળા દિવસે થયેલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ ભીક્ષાવૃત્તિના બહાને રેકી કરી બંધ મકાનોને બનાવતા આરોપીઓ રવિ રમેશભાઇ આધરોજીયા (ઉ.વ. 20) અને તેની પત્ની રમા ઉર્ફે પુજા (ઉ.વ. 25) (બંને રહે. રાજકોટ)ને ઝડપી લીધા હતા. દંપતી દિવસના ભાગે ઓટો રીક્ષા લઈને સીમ અથવા છેવાડાના વિસ્તારોમાં જતા હતા અને રીક્ષાને અવાવરૂૂ જગ્યાએ પાર્ક કરી દેતા હતા. ત્યારબાદ પત્ની રમા ભીક્ષાવૃત્તિ ના બહાને બંધ મકાનોની રેકી કરતી હતી. મકાન બંધ હોવાની ખાતરી થતાં જ, લોખંડના સળિયા વડે તાળા તોડી ધોળા દિવસે ચોરીને અંજામ આપી બંને રીક્ષામાં ફરાર થઈ જતા હતાં.

ગત 10 જુલાઈ 2026ના રોજ નવાગામ ખાતે રહેતા રસીકભાઈ લાલજીભાઈ રાઠોડના બંધ મકાનમાંથી તાળા તોડી સેટીમાં રાખેલા આશરે રૂૂ.7.50 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સુચનાથી એલ.સી.બી.ના પી.આઈ. જે.પી. રાવ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. નેત્રમ શાખાના સીસીટીવી ફૂટેજ ચકાસતા એક શંકાસ્પદ ઓટો રીક્ષા જીજે -08-એટી-7870 મળી આવી હતી. ‘ઈ-ગુજકોપ’ એપ્લિકેશનમાં સર્ચ કરતા જાણવા મળ્યું કે આ રીક્ષા 2025 માં રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથકે લૂંટના ગુન્હામાં સંડોવાયેલી હતી. હ્યુમન સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ભરૂૂડી ટોલનાકા પર વોચ ગોઠવીને બંનેને દબોચી લીધા હતાં.

આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ અને કબૂલાત પકડાયેલી મહિલા આરોપી રમા ઉર્ફે પુજા અગાઉ જામનગર, રાજકોટ શહેર અને ભાવનગર જીલ્લામાં ઘરફોડ ચોરીના 12 જેટલા ગુન્હાઓમાં પકડાઈ ચૂકી છે, જ્યારે તેનો પતિ રવિ પણ લૂંટના ગુન્હામાં જેલ હવાલે થઈ ચૂક્યો છે. પોલીસ પૂછપરછમાં તેઓએ ગોંડલ આશાપુરા ચોકડી પાસેના રૈયારાજ નગરમાં તેમજ જામવાડી ગામની સીમમાં ઝૂંપડામાંથી પણ ચોરી કર્યાની કબૂલાત આપી છે. પોલીસે સોનાના દાગીના (50 ગ્રામ), ચાંદીના દાગીના (617 ગ્રામ), રીક્ષા, મોબાઈલ અને રોકડ રકમ કબજે કરી સુલતાનપુર પોલીસને આગળની કાયદેસરની કાર્યવાહી સોંપી છે.

એલ. સી.બીના પી.આઈ જે.પી.રાવ સાથે પીએસઆઈ કે. એમ. ચાવડા, એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી, પી.એન. ભરવાડ, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી , પ્રહલાદસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડા, ભગીરથસિંહ જાડેજા , ઘનશ્યામસિંહ જાડેજા , રસીકભાઇ જમોડ , રણજીતભાઇ બોરડ , વીજયભાઇ ખડીયા , ભાવેશભાઇ મકવાણા તથા વીજયભાઇ સીંહાર , ભારતીબા સરવૈયા , ગીતાબેન ગરચર તથા નેત્રમ શાખા રાજકોટ ગ્રામ્યના જાગૃતીબેન ડાંગર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *