ભાવનગર હાઇ-વે પર ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે 1.66 લાખનો દારૂ ભરેલી થાર ઝડપી પાડી

શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર સરધાર નજીકથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 1.66 લાખનો દારૂ ભરેલી થાર ઝડપી પાડી હતી. પોલીસે પીછો કરતા થારનો ચાલક…

શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર સરધાર નજીકથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 1.66 લાખનો દારૂ ભરેલી થાર ઝડપી પાડી હતી. પોલીસે પીછો કરતા થારનો ચાલક સહિત બે શખ્સો દારૂ ભરેલી કાર મુકી નાશી છૂટ્યા હતા. જેથી પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂા.11.66 લાખનો મુદ્દામાલ કબજે કરી નાશી છૂટેલા બંન્ને શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાં કર્યા છે.

જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા સહિતનો સ્ટાફ આજે વહેલી સવારે પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ભાવનગર હાઇવે પર સરધાર તરફથી દારૂ ભરેલી થાર આવતી હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કાળીપાટના પાટીયા વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાથી પસાર થતી બાતમી મુજબની થારને રોકવાનો પ્રયાસ કરતા થારનો ચાલક કાર હંકારી ભાગી ગયો હતો. જેથી પોલીસે ફિલ્મી ઢબે થારનો પીછો કરતા થારના ચાલક સહિત બે શખ્સો હાઇવે પર યૂટર્ન લઇ સરધાર તરફ જતા રસ્તે થાર રેઢી મુકી નાશી છૂટ્યા હતા. પોલીસે થારની તલાશી લેતા તેમાં વિદેશી દારૂના ચપલા નંગ 1008 કિં.1,66,320 મળી આવતા પોલીસે થાર અને દા દારૂ મળી કુલ રૂા.11,66,320નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે થાર મુકી નાશી છૂટેલા ચાલક સહિત બંન્ને શખ્સો સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી થાર નંબરના આધારે બંન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *