પાડોશી યુવકે લગ્નની લાલચ આપી વાસના સંતોષી, મન ભરાઇ જતા કરી દીધો ઇન્કાર

જામનગર શહેરના ખોજાગેટ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પડોશમાં રહેતા યુવક સામે લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કર્યાની ફરિયાદ…

જામનગર શહેરના ખોજાગેટ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પડોશમાં રહેતા યુવક સામે લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કર્યાની ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ફરિયાદ મુજબ 22 એક યુવતિ રહે. ખોજાગેટ, લાલખાણ, મદીના મસ્જિદ પાસે, જામનગર, દોઢ વર્ષ પહેલાં પડોશમાં રહેતા અયાન કાદર ચાકીના સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ યુવતીને લગ્ન કરવાની વાત કરી ને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને ફોન તેમજ રૂૂબરૂૂ મુલાકાતો થતી હતી.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, સંબંધ શરૂૂ થયાના આશરે પંદર દિવસ બાદ આરોપીએ યુવતીને રાત્રિના સમયે પોતાના ઘરની અગાસી પર બોલાવી લગ્ન કરવાની ખાતરી આપીને પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પણ લગ્નનું વચન આપી અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

યુવતીએ અનેક વખત લગ્ન અંગે પૂછપરછ કરતાં આરોપી વિવિધ બહાનાં બનાવી લગ્ન ટાળતો રહ્યો હતો. અંતે ગત તા. 1 મે, 2026ના રોજ બંને વચ્ચે થયેલી વાતચીત દરમિયાન આરોપીએ સ્પષ્ટપણે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હોવાનું અને “લગ્ન નહીં કરું” તેમ કહી દીધું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ત્યારબાદ યુવતીએ પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી અને પોતાના ફોઈ સાથે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી અયાન કાદર ચાકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોતાના જ ઘરમાં નશાની હાલતમાં ઝઘડો કરનાર સામે ગુનો
જામનગર શહેરના આંબેડકરવાસ વિસ્તારમાં પરિવાર સાથે ઝઘડો કરનાર એક વ્યક્તિ સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી હિતેષભાઈ મેઘજીભાઈ હીંગોરસે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ બાઈની વાડી, ચુનાના ભઠ્ઠા નજીક આવેલા આંબેડકરવાસ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને કડિયાકામ કરે છે.

ફરિયાદ અનુસાર, સાંજે આશરે નવ વાગ્યાના સમયે તેમના પિતા મેઘજીભાઈ દેવજીભાઈ હીંગોરસ દારૂૂના નશામાં તેમના ઘરે આવ્યા હતા, અને પોતાના પત્ની સાથે બોલાચાલી તેમજ ઝઘડો શરૂૂ કર્યો હતો. ત્યારબાદ તેમણે પરિવારજનોને ગાળો આપી ફરિયાદી પુત્ર સાથે પણ ઝપાઝપી કરી હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતા ફરિયાદીની પત્નીએ રાત્રે આશરે સાડા નવ વાગ્યે 112 જનરક્ષક સેવાને ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા પંચોની હાજરીમાં તપાસ કરતા મેઘજીભાઈ દારૂૂના નશામાં હોવાનું જણાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *