રાજકોટ-ગોંડલ હાઇવે પરથી 34 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

જામનગરના વાંસજાળીયાના ટ્રક ચાલકની ધરપકડ, ઉપલેટાના બુટલેગર સહિત ત્રણના નામ ખુલ્યા રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર પિતૃકૃપા હોટલ પાસે એલસીબીની ટીમે વોચ ગોઠવીને રૂૂ.34 લાખનો દારૂૂ-બીયર…

જામનગરના વાંસજાળીયાના ટ્રક ચાલકની ધરપકડ, ઉપલેટાના બુટલેગર સહિત ત્રણના નામ ખુલ્યા

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર પિતૃકૃપા હોટલ પાસે એલસીબીની ટીમે વોચ ગોઠવીને રૂૂ.34 લાખનો દારૂૂ-બીયર ભરેલ ટ્રક ઝડપી લઇ ચાલકની ધરપકડ કરી હતી પુછપરછમાં આ દારૂૂનો જથ્થો ઉપલેટાના બુટલેગરે મંગાવ્યો હોવાનું ખુલ્યું છે. જેમાં પોલીસે ઉપલેટાના બુટલેગર સહીત ત્રણના નામ ખોલ્યા છે.

મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ શાપર વેરાવળ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે ચોક્કસ ખાનગી માહિતી મળી હતી કે ટ્રક નંબર જીજે-25-યુ-9934માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂૂનો મોટો જથ્થો છુપાવીને તેનું વહન કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે એલ સી. બી. ની ટીમે શાપર-વેરાવળ હાઇવે પર પિતૃકૃપા હોટલ નજીક કડક વોચ ગોઠવી હતી. બાતમી વાળો ટ્રક પસાર થતાં જ પોલીસે તેને અટકાવીને તલાશી લીધી હતી.

ટ્રકની તપાસ દરમિયાન પોલીસને વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂૂની કુલ 6,491 બોટલો તથા 984 બિયરના ટીન કુલ નંગ-7,475 મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે રૂૂ. 34,05,190 થાય છે. આ ઉપરાંત, દારૂૂના જથ્થાને છુપાવવા માટે કવરિંગ તરીકે ઉપયોગમાં લેવાયેલા રૂૂ. 10,52,058 ની કિંમતના 259 નંગ દોરાના ખાખી બોક્સ અને રૂૂ. 20,00,000 ની કિંમતનો ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 64,62,248 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

આ ગેરકાયદેસર હેરાફેરીના મામલે પોલીસે ટ્રકના ચાલક ભરત હમીરભાઇ મોરી (ઉંમર વર્ષ 22, ધંધો: ડ્રાઇવિંગ, રહેવાસી: વાંસજાળીયા, તા. જામજોધપુર, જી. જામનગર) ને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછ કરતા દારૂૂનો જથ્થો મંગાવનાર અને સપ્લાય કરનારના નામ ખુલ્યા હતા. તપાસના આધારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં: કરણ રબારી (રહે. ઉપલેટા – જેણે દારૂૂનો જથ્થો મંગાવ્યો હતો) દારૂૂનો જથ્થો મોકલનાર અને ટ્રક નંબર જીજે-25-યુ-9934 ના મૂળ માલિક આ તમામ આરોપીઓ વિરુદ્ધ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ આઈજી નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર ની સૂચના અન્વયે એલ.સી.બી. ના પીઆઈ જે.પી. રાવ, પીએસઆઈ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તેમજ એ.એસ.આઈ. બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઇ બકોત્રા અને હેડ કોન્સ્ટેબલ છત્રપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *