જામનગર તાલુકાના ચંદ્રાગા ગામમાં ત્રણ અલગ-અલગ ધાર્મિક સ્થળોમાંથી સોના-પંચધાતુના છત્તર અને પિત્તળના ઘંટ સહિત રૂૂ. 3.10 લાખની ચોરી કરવાના ચકચારી બનાવનો પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂૂ. 1.55 લાખનો ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચંદ્રાગા ગામમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરમાંથી આશરે બે કિલો વજનના પંચધાતુના છત્તર, જેની કિંમત રૂૂ. 80 હજાર તથા રૂૂ. 20 હજારની કિંમતનું સોનાનું છત્તર ચોરાયું હતું. આ ઉપરાંત ખોડિયાર માતાજીના મંદિરમાંથી આશરે સાડા ચૌદ કિલો વજનનો રૂૂ. 10 હજારની કિંમતનો પિત્તળનો ઘંટ અને વાકોલ માતાજીના મઢમાંથી આશરે બે તોલા વજનનું રૂૂ. બે લાખની કિંમતનું સોનાનું ફરૂૂ ચોરાયું હતું.
આ બનાવ અંગે પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ તથા તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો.
તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ શૈલેન્દ્રસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરેડ ગામના સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ધૈર્યરાજ પાનની દુકાન પાસેથી એક શંકાસ્પદ શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન અન્ય સાગરીતનું નામ ખૂલતાં પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં ચંદ્રાગા ગામનો સિદ્ધરાજસિંહ ઉર્ફે સિધો વનરાજસિંહ શીવુભા જાડેજા (ઉ.વ. 23) અને મૂળ વિજયપુરનો તેમજ હાલ જામનગરમાં રહેતો હાર્દિક સુરેશભાઈ નથુભાઈ દુધાગરા (ઉ.વ. 32)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાનું છત્તર અને લંબચોરસ આકારનું સોનાનું ફરૂૂ મળી કુલ 6 ગ્રામ 50 મિલીગ્રામ વજનના રૂૂ. 1.15 લાખના સોનાના દાગીના તેમજ અલગ-અલગ ડિઝાઇનના આશરે એક કિલો એક ગ્રામ વજનના રૂૂ. 40 હજારના પંચધાતુના છત્તર કબજે કર્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ રૂૂ. 1.55 લાખનો ચોરીનો મુદ્દામાલ કબજે કરી બાકીના મુદ્દામાલ તથા ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
