લીંબડી અને મુળી તાલુકામાં જુગારધામો પર પોલીસે દરોડા પાડી કુલ 13 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂૂ. 2,72,850નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે, લીંબડી તાલુકાના ભલગામડા ગામે જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂૂ. 27,350, ગંજીપાના, 7 મોબાઇલ ફોન (કિંમત રૂૂ. 30,500), 1 મોટરસાયકલ (કિંમત રૂૂ. 15,000) અને 1 ઇકો ગાડી (કિંમત રૂૂ. 2,00,000) સહિત કુલ રૂૂ. 2,72,850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ આરોપીઓ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લીંબડીમાં પકડાયેલા આરોપીઓમાં દિલીપસિંહ પ્રવિણસિંહ રાણા (રહે. ભલગામડા, લીંબડી), અલ્તાફ અબ્દુલ કુરેશી (રહે. બોટાદ), કાનજી સવશી મેણીયા (રહે. બોટાદ), લાલો ઉર્ફે મહંમદ જીણા વાસ (રહે. બોટાદ), રીઝવાન જુસબ ઘાંચી (રહે. બોટાદ), નીલેશ વિરમ ભાલાડા (રહે. બોટાદ) અને જગદીશ હેમુ કટુડીયા (રહે. ઉંટડી, લીંબડી)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, સુરેન્દ્રનગર એલસીબીના હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે, મુળી તાલુકાના વગડીયા ગામે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂૂ. 11,100, ગંજીપાના અને 3 મોબાઇલ ફોન (કિંમત રૂૂ. 15,000) સહિત કુલ રૂૂ. 26,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં મુળી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મુળીમાં પકડાયેલા આરોપીઓમાં દેવશી વેરશી બાટીયા (રહે. વગડીયા, મુળી), મહેશ વિરમ બાટીયા (રહે. વગડીયા, મુળી), જનક હીરા બાટીયા (રહે. વગડીયા, મુળી), મુન્ના વિજય પનારા (રહે. વગડીયા, મુળી), જગા નાનુ સારલા (રહે. વગડીયા, મુળી) અને ઘુઘા જેસીંગ પનારા (રહે. વગડીયા, મુળી)નો સમાવેશ થાય છે.
