ઉપલેટામાં એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, સાત મહિલા સહિત આઠ ઝડપાયા

રેડ બાદ ભાજપના હોદ્દેદારો અને આગેવાનો મામલો દબાવવા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા ઉપલેટા શહેરમાં પોલીસે એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ઉપલેટા ટાઉન બસ…

રેડ બાદ ભાજપના હોદ્દેદારો અને આગેવાનો મામલો દબાવવા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા

ઉપલેટા શહેરમાં પોલીસે એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ઉપલેટા ટાઉન બસ સ્ટેન્ડ પાછળ આવેલા જય એપાર્ટમેન્ટના બ્લોક નંબર ડી-2 માં જુગાર રમતા હોવાની બાબતમાં પોલીસે રેડ પાડીને 8 વ્યક્તિઓની ધરપકડ કરી છે. પકડાયેલા વ્યક્તિઓમાં મકાન માલિક સહિત 7 મહિલાઓનો સમાવેશ થાય છે જેઓ આસપાસના વિસ્તારોમાંથી જુગાર રમવા ભેગા થયા હતા. પોલીસને માહિતી મળી હતી કે અહીં મોટા પાયે જુગાર રમાડવામાં આવી રહ્યો છે.

ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ, મુખ્ય વ્યક્તિ અજીતભાઈ રમેશભાઈ માકડીયા (ઉં.વ. 52) પોતાના રહેણાંક મકાનમાં બહારથી મહિલાઓને બોલાવીને જુગારનો અખાડો ચલાવી રહ્યા હોવાનું જણાયેલ છે જેમાં આ વ્યક્તિ પોતાના અંગત આર્થિક ફાયદા માટે જુગારની દરેક રમત દીઠ રૂૂપિયા 50 નાલ પેટે ઉઘરાવતો હતો અને ’તીનપત્તી રોન પોલીસ’ નામનો જુગાર રમાડતો હતો. બાતમીના આધારે અહીં જુગાર રમતા હોવાની બાબતમાં પોલીસે 15 જુલાઈ 2026 ના રોજ સાંજે પંચોને સાથે રાખીને રેડ પાડી હતી જેમાં પોલીસને જોઈને આ વ્યક્તિઓએ ગંજીપાના અને પૈસા પટ્ટમાં નાખી દીધા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી ગંજીપત્તાના 52 પાના અને રોકડા રૂૂપિયા 79,380 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ રેડમાં ઝડપાયેલા વ્યક્તિઓની વિગતોમાં મકાન માલિક અજીતભાઈ રમેશભાઈ માકડીયા, બીનાબેન અજીતભાઈ માકડીયા, સુમિતાબેન મુકેશભાઈ કોરાટ, કોમલબેન ઉર્ફે કુસુમ મુકેશભાઈ લાડાણી, ગોકુલનગરના મીન્ટુબેન રાજેશભાઈ કોરડીયા, ભાવનાબેન ઉમેશભાઈ વેકરીયા, મીનાબેન વસંતભાઈ કોરાટ અને જયશ્રીબેન રાજુભાઈ મુંજારીયાનો સમાવેશ થાય છે. આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં જુગાર અટકાયતી અધિનિયમની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ જુગારની રેડ બાદ ઉપલેટાના ઘણા ખરા ભાજપના હોદ્દેદારો અને પીઢ આગેવાનો અને મહિલા હોદેદારો આ મામલો દબાવવા અને થાળે પાડવા માટે પોલીસ સ્ટેશન ખાતે તુરંત જ દોડી આવ્યા હોવાની પણ સુત્રો પાસેથી માહિતીઓ મળી પ્રાપ્ત થઈ રહી રહી છે. પોલીસની આ કડક કાર્યવાહી અને રાજકીય આગેવાનોની દોડધામના કારણે આ ઘટનાએ સમગ્ર ઉપલેટા શહેરમાં ભારે ચર્ચા જગાવી છે અને તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *