મેટોડા GIDCમાંથી મધ્યપ્રદેશના બે શ્રમિકો 29 હજારના ગાંજા સાથે ઝડપાયા

ઔદ્યોગિક ક્ષેત્ર મેટોડા જીઆઇડીસીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જીઆઇડીસી ગેટ નંબર 2 અને 3 ની વચ્ચે આવેલા ’એડવીક હાઇટેક’ નામના કારખાનાની ઓરડીમાં બાતમીના આધારે દરોડો…

ઔદ્યોગિક ક્ષેત્ર મેટોડા જીઆઇડીસીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જીઆઇડીસી ગેટ નંબર 2 અને 3 ની વચ્ચે આવેલા ’એડવીક હાઇટેક’ નામના કારખાનાની ઓરડીમાં બાતમીના આધારે દરોડો પાડીને મધ્યપ્રદેશના બે શ્રમિકોને 29 હજારના ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

મળતી વિગતો અનુસાર, જિલ્લા એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી કે મેટોડા જીઆઇડીસીમાં આવેલી એક ફેક્ટરીની ઓરડીમાં રહેતા શ્રમિકો ગાંજાનો વેપલો કરી રહ્યા છે. આ માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. ઓરડીની તલાશી લેતા ત્યાંથી પ્લાસ્ટિકની થેલીમાં સંતાડી રાખેલો રૂૂ.29 હજારની કિંમતનો કુલ 597 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ગાંજા ઉપરાંત બે નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 39,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એસઓજીએ આ ગાંજાના જથ્થા સાથે મધ્યપ્રદેશના વતની અને હાલ મેટોડામાં રહી મજૂરી કામ કરતા શિવા રાજુ બેલે અને અંકિત રામજી બેલેની ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓએ પોલીસ સમક્ષ એવું રટણ કર્યું હતું કે તેઓ આ ગાંજો માત્ર પોતાના વ્યક્તિગત વપરાશ (પીવા)માટે જ વતનથી લાવ્યા હતા.

જો કે, પોલીસ આ દાવાને સહજતાથી સ્વીકારી રહી નથી. એસઓજી દ્વારા આ મામલે સઘન તપાસ શરૂૂ કરવામાં આવી છે કે આરોપીઓ ખરેખર આ જથ્થો પોતાના વપરાશ માટે લાવ્યા હતા કે પછી સ્થાનિક સ્તરે ઔદ્યોગિક વિસ્તારના અન્ય શ્રમિકોને વેચવા માટે કોઈ મોટા નેટવર્કનો ભાગ હતા. આ નેટવર્ક પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *