વાંકાનેરના ચિત્રાખડા ગામે સરકારી જમીન પર એસ.ઓ.જી.નો દરોડો

850 મેટ્રિક ટન ગેરકાયદેસર કોલસો, ડમ્પર અને હિટાચી મશીન જપ્ત વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજનો સંગ્રહ કરતા ભૂમાફિયાઓ પર મોરબી એસ.ઓ.જી.…

850 મેટ્રિક ટન ગેરકાયદેસર કોલસો, ડમ્પર અને હિટાચી મશીન જપ્ત

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજનો સંગ્રહ કરતા ભૂમાફિયાઓ પર મોરબી એસ.ઓ.જી. ટીમે લાલઆંખ કરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને લાખો રૂૂપિયાની કિંમતનો ગેરકાયદેસર કોલસો, ક્વાર્ટઝ ક્લે અને ભારે મશીનરી સહિતનો મુદ્દામાલ સીઝ કર્યો છે.

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી એસ.ઓ.જી.ની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે ચિત્રાખડા ગામે દાનાભાઈ બાલુભાઈ ડાભી (રહે. વમાધાર, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર) અને અમૃતભાઈ માધાભાઈ કેરાળીયા (રહે. ઉન્ડવી રાણીપાટ, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર)ની ગેરકાયદેસર કબ્જો ધરાવતી સરકારી જમીન પર દરોડો પાડી સ્થળ પરથી 850 મેટ્રિક ટન ગેરકાયદેસર શંકાસ્પદ કોલસો તેમજ ક્વાર્ટઝ ક્લેનો જથ્થો, એક હિટાચી મશીન અને એક ડમ્પર સહિતનો મુદ્દામાલ સીઝ કરી ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *