ઉનામાં બોગસ તબીબ પકડાયો, જોખમી સ્ટીરોઇડ અને હાઇડોઝની દવાઓ મળી

ઉના તાલુકાના કંસારી ગામમાં બેકરીની આડમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર તબીબી વ્યવસાયનો પર્દાફાશ થયો છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દૂમાતર અને જિલ્લા…

ઉના તાલુકાના કંસારી ગામમાં બેકરીની આડમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર તબીબી વ્યવસાયનો પર્દાફાશ થયો છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દૂમાતર અને જિલ્લા એસઓજીની સંયુક્ત ટીમે દરોડો પાડી ડિગ્રી તથા કાયદેસર નોંધણી વિના એલોપેથી સારવાર આપતા કથિત તબીબ ભાવેશ સોલંકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્થળ પરથી મોટી માત્રામાં એલોપેથી દવાઓ, ઇન્જેક્શન, ફિઝિયોથેરાપીના સાધનો અને અન્ય તબીબી ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. કંસારી ગામે ભાચા રોડ પર આવેલી બાપા સીતારામ બેકરીમાં એક વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરવા માં આવતી હોવાની બાતમી આરોગ્ય વિભાગને મળી હતી.

બાતમીના આધારે તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દૂમાતર અને ગીર સોમનાથ જિલ્લા SOG ની ટીમે સંયુક્ત રીતે સ્થળ પર દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન બહારના ભાગમાં બેકરીનો વ્યવસાય ચાલતો હતો, જ્યારે અંદરના ભાગમાં સંપૂર્ણ ક્લિનિક ઉભું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.તપાસ દરમિયાન કથિત તબીબ દર્દીઓની તપાસ અને સારવાર કરતો મળી આવ્યો હતો.

આરોપી ભાવેશ સોલંકી પાસે ભારત સરકાર કે ગુજરાત મેડિકલ કાઉન્સિલની કોઈ માન્ય ડિગ્રી, રજિસ્ટ્રેશન અથવા તબીબી વ્યવસાય કરવાની કાયદેસર મંજૂરી ઉપલબ્ધ નહોતી. ક્લિનિકમાં વિવિધ પ્રકારના પ્રમાણપત્રો અને સર્ટિફિકેટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેના આધારે દર્દીઓમાં વિશ્વાસ ઉભો કરવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથી દવાઓ, પેઇનકિલર ઇન્જેક્શન, હાઈ ડોઝની દવાઓ, સ્ટીરોઇડ દવાઓ, બાળકોની સારવારમાં ઉપયોગી દવાઓ તેમજ ફિઝિયોથેરાપી અને ઓર્થોપેડિક સારવાર માટે વપરાતા વિવિધ મશીનો અને સાધનો મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગે રૂૂ. અઢી લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તેની તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *