ગોંડલના ગુંદાળામાં પાટલા સાસુ સાથે ફોનમાં વાત કરતી પત્નીને પતિએ માર માર્યો

વેરાવળના ડારી ગામે પતરૂ તૂટી જતાં આધેડ નીચે પટકાયા ગોંડલના ગુંદાળામાં પાટલા સાસુ સાથે પત્ની ફોનમાં વાત કરતી હતી જે પતિને નહીં ગમતા ઝઘડો કરી…

વેરાવળના ડારી ગામે પતરૂ તૂટી જતાં આધેડ નીચે પટકાયા

ગોંડલના ગુંદાળામાં પાટલા સાસુ સાથે પત્ની ફોનમાં વાત કરતી હતી જે પતિને નહીં ગમતા ઝઘડો કરી માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના ગુંદાળા ગામે કંપનીમાં કામ કરતી અંશુબેન અશોકભાઈ શાહના નામની 22 વર્ષની પરિણીતા રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે પતિ અશોક શાહએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં અંશુબેન પોતાની મોટી બેન સાથે ફ્ોનમાં વાત કરતી હતી જે અંગે પતિ અશોકને નહીં ગમતાં માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બીજા બનાવમાં વેરાવળના ડારી ગામે રહેતા કાનજીભાઈ ધનાભાઈ વાઘેલા (ઉ.વ.47) ભાલકામાં પહેલા માળ જેટલી ઉંચાઈ ઉપર કામ કરતાં હતાં ત્યારે અકસ્માતે પતરૂ તુટી પડતાં નીચે પટકાયા હતાં. આધેડને ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *