રાજ્યભરમાં દારૂનું નેટવર્ક ચલાવતા કુખ્યાત બૂટલેગર સહિત ચારનો કબજો લેવાયો

સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર વિદેશી દારૂૂનું મસમોટું નેટવર્ક ચલાવતા કુખ્યાત બુટલેગરની સિન્ડીકેટના 20 સાગ્રીતો સામે ક્રાઈમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ ગુજરાતની જુદી-જુદી જેલોમાં સજા કાપી…

સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર વિદેશી દારૂૂનું મસમોટું નેટવર્ક ચલાવતા કુખ્યાત બુટલેગરની સિન્ડીકેટના 20 સાગ્રીતો સામે ક્રાઈમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ ગુજરાતની જુદી-જુદી જેલોમાં સજા કાપી રહેલા કુખ્યાત બુટલેગર ફિરોઝ મેણું, ધવલ સાવલીયા, હર્ષદ મહાજન અને ઈમરાન ઉર્ફે બોબડો નામના ચાર રીઢા બુટલેગરોનો ક્રાઇમ બ્રાંચ દ્વારા જેલ ટ્રાન્સફર વોરંટના આધારે વિધિવત રીતે કબજો લીધો છે. ગુજસીટોક હેઠળ ગુનાની તપાસ સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશનની ટીમ ચાલવી રહી છે. આ બુટલેગરોની પુછપરછમાં દારૂૂ સપ્લાયનું નેટવર્ક ગુજરાતમાં કોના આશીર્વાદથી ચાલતું હતું ? તે તપાસમાં ખુલશે. મળતી વિગતો અનુસાર, મુખ્ય સૂત્રધાર ફિરોઝ મેણું અને તેના 19 સાગરીતો વિરુદ્ધ અગાઉ ક્રાઇમ બ્રાંચે સંગઠિત ગુનાખોરી વિરોધી કાયદા (ગુજસીટોક) હેઠળ કડક ગુનો નોંધ્યો હતો.

આ ગુના હેઠળ અત્યાર સુધીમાં 13 જેટલા સાગરીતોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. હવે, મુખ્ય આરોપી ફિરોઝ અને તેના ત્રણ સાથીદારો- જેઓ હાલ અન્ય ગુનાઓમાં કાલવા જેલમાં બંધ છે, તેમનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી આવતીકાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એસીપી ક્રાઈમ ભરત બસીયાના નિરીક્ષણ હેઠળ સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશનની ટીમ (એસ.આઈ.ટી) આ કેસની તપાસ ચલાવી રહી છે. ત્યારે પોલીસ અધિકારીઓ આ પૂછપરછ માટે અત્યંત ઉત્સુક છે, કારણ કે પ્રાથમિક તપાસમાં એ જાણવું મહત્વનું બનશે કે આ બુટલેગરોને કોના રાજકીય કે વહીવટી આશીર્વાદ પ્રાપ્ત હતા અને તેઓ આટલા લાંબા સમયથી કોના પીઠબળથી આટલું મોટું નેટવર્ક બેરોકટોક ચલાવી રહ્યા હતા. માત્ર ફિરોઝ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના મોટા ગજાના બુટલેગરો ગણાતા ધવલ સાવલીયા અને હર્ષદ મહાજનની પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે.

આ બંને આરોપીઓ પણ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં મોટા પાયે વિદેશી દારૂૂ ઘુસાડવાના નેટવર્ક સક્રિય રાખી રહ્યા હતા. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓના જણાવ્યા મુજબ, ફિરોઝ અને તેના સાથીદારોની પૂછપરછ દરમિયાન દારૂૂની હેરાફેરીના આખા નેટવર્ક અને તેમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓના ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે. નોંધનીય છે કે, આ ગુજસીટોક ગુનામાં ફિરોઝના અન્ય ત્રણ સાગરીતો હજુ પણ પોલીસ પકડથી દૂર એટલે કે વોન્ટેડ છે. ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો આ વોન્ટેડ આરોપીઓના સંભવિત આશ્રયસ્થાનો પર સતત દરોડા પાડી રહી છે અને તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં આ મામલે મોટા સ્ફોટક ખુલાસાઓ સામે આવી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *