રાજકોટના લોકમેળામાં મુલાકાતીઓ માટે 8 કરોડનું વીમા કવચ લેવાયું

સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય એવા રાજકોટના જન્માષ્ટમી લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ…

સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય એવા રાજકોટના જન્માષ્ટમી લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની જનમેદનીને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપતા તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેળામાં આવનારા મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા રૂૂપિયા 8 કરોડનું જંગી વીમા કવચ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગયા વર્ષે અકસ્માતો અને સુરક્ષાના માપદંડોને ગંભીરતાથી ધ્યાનમાં લઈને વીમાની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો, જે આ વર્ષે પણ યથાવત રાખવામાં આવ્યો છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ ભવ્ય લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 10 થી 15 લાખ લોકો ઉમટી પડે છે. આટલી વિશાળ ભીડમાં કોઈપણ અણધારી આફત, નાસભાગ, શોર્ટ સર્કિટ, આગ જેવી દુર્ઘટના કે રાઈડ્સમાં સર્જાતી ટેકનિકલ ખામી સામે મુલાકાતીઓને આર્થિક સુરક્ષા મળી રહે તે મુખ્ય હેતુ છે.

જન્માષ્ટમીનો તહેવાર એ સૌરાષ્ટ્રવાસીઓ માટે માત્ર એક મેળો નહીં, પરંતુ લોકજીવનનો ઉત્સવ છે. વહીવટી તંત્રના આ કડક સુરક્ષા પગલાં અને 8 કરોડના વીમા કવચને કારણે લોકો કોઈપણ ડર વગર સુરક્ષિત વાતાવરણમાં મેળાની મજા માણી શકશે. કલેક્ટર તંત્ર દ્વારા આયોજનના ભાગરૂૂપે ટૂંક સમયમાં જ સ્ટોલના ડ્રો અને અન્ય વ્યવસ્થાપન કામગીરીને આખરી ઓપ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *