પૂર્વ પ્રેમીની કાર જોઈ જતા યુવતી વિફરી, લાકડી-પથ્થરો મારી ભુક્કો બોલાવી દીધો

જૂનાગઢના તળાવ દરવાજા નજીક પ્રેમ પ્રકરણને લઈને યુવતીના હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવતીએ તેના ભૂતપૂર્વ પ્રેમીની પાર્ક કરેલી…

જૂનાગઢના તળાવ દરવાજા નજીક પ્રેમ પ્રકરણને લઈને યુવતીના હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવતીએ તેના ભૂતપૂર્વ પ્રેમીની પાર્ક કરેલી કાર પર લાકડાં અને પથ્થરોથી હુમલો કરી ભારે તોડફોડ કરી હતી. ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

બંને પક્ષો અગાઉ પણ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે મામલાની તપાસ શરૂૂ કરી છે.

જૂનાગઢના વ્યસ્ત ગણાતા તળાવ દરવાજા વિસ્તારમાં એક યુવતીએ ભરી બજારે હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો છે. પ્રેમ પ્રકરણમાં ખાર ખાઈને બેઠેલી યુવતીએ તેના પૂર્વ પ્રેમીની પાર્ક કરેલી કાર પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરી દીધો હતો. યુવતી એટલી રોષે ભરાઈ હતી કે તેણે જોતજોતામાં કારના કાચ તોડીને ભુક્કો બોલાવી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

આ તોડફોડ પાછળ જૂના પ્રેમની અદાવત જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ યુવક અને યુવતી વચ્ચે ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો, જે બાદમાં કડવાશમાં બદલાયો હતો. અગાઉ આ જ યુવતીએ યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સામા પક્ષે યુવકે પણ યુવતી પર ગંભીર આક્ષેપો કરતા બ્લેકમેઈલિંગની વળતી ફરિયાદ દાખલ કરાવી હતી. જૂના વિવાદની આ આગ આજે ફરી ભભૂકી ઉઠી હતી.

તળાવ દરવાજા પાસે યુવકની ગાડી પાર્ક કરેલી જોઈ યુવતી પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શકી નહોતી અને લાકડી-પથ્થર લઈને ગાડી પર તૂટી પડી હતી. ધોળે દિવસે યુવતીનો આવો રૌદ્ર અવતાર જોઈને રસ્તે ચાલતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જોતજોતામાં ત્યાં લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *