રાજ્યભરની RTO કચેરીમાં ખાનગી કાર, ટુ-વ્હીલર માટે ફિટનેસ કામગીરી શરૂ

ગુજરાતના લાખો વાહનચાલકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લાંબા સમયથી બંધ પડેલી ટુ-વ્હીલર અને ખાનગી કારના ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી આજથી ફરીથી…

ગુજરાતના લાખો વાહનચાલકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લાંબા સમયથી બંધ પડેલી ટુ-વ્હીલર અને ખાનગી કારના ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી આજથી ફરીથી RTO કચેરીઓમાં શરૂૂ કરવામાં આવી છે. ગત 8 મેથી આ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી, જેના કારણે વાહન માલિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. હવે ઓટોમેટેડ ટેસ્ટિંગ સુવિધા સંપૂર્ણપણે કાર્યરત ન થાય ત્યાં સુધી, RTO ખાતે જ આ ફિટનેસ તપાસની જૂની વ્યવસ્થાને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે હજારો વાહન માલિકો માટે મોટી રાહત સમાન છે.

લાંબા સમયથી ફિટનેસની કામગીરી બંધ હોવાને કારણે રાજ્યભરમાં આશરે 50,000 થી વધુ અરજીઓ પેન્ડિંગ પડી હતી, જેના નિકાલ માટે તંત્ર હવે યુદ્ધના ધોરણે કામ કરશે. વાહન માલિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને પેન્ડિંગ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી ટ્રાન્સપોર્ટ અને અન્ય કામોમાં જે અડચણો આવતી હતી તે હવે દૂર થશે. જે લોકોએ પોતાના વાહનોના ફિટનેસ માટે રાહ જોવી પડતી હતી, તેઓ હવે વિના વિલંબે પોતાની કામગીરી પૂર્ણ કરાવી શકશે.

વાહન માલિકોને લેટ ફીમાંથી મળશે મુક્તિ RTO ખાતે ફિટનેસ સેવાઓ શરૂૂ કરવા સાથે જ સરકાર દ્વારા વાહન માલિકોને મોટી રાહત આપતા લેટ ફીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કામગીરી બંધ હોવાના કારણે જે વાહન માલિકો સમયસર ફિટનેસ કરાવી શક્યા નહોતા, તેમને હવે કોઈપણ પ્રકારનો દંડ કે વધારાની ફી ભરવી પડશે નહીં. આ નિર્ણયથી વાહન ધારકોમાં આનંદની લાગણી જોવા મળી છે. સરકારનો આ નિર્ણય વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓને ઓછી કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે, જેથી લોકો કોઈપણ ચિંતા વગર પોતાના વાહનોનું ફિટનેસ કરાવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *