વાંકાનેરના ગુંદાખડા ગામે 29.47 લાખના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

મોરબી જિલ્લામાં દારૂૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા વાંકાનેર તાલુકા પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ગંદુખડા ગામની સીમમાં આવેલી એક વાડીના રહેણાંક મકાનમાંથી…

મોરબી જિલ્લામાં દારૂૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા વાંકાનેર તાલુકા પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ગંદુખડા ગામની સીમમાં આવેલી એક વાડીના રહેણાંક મકાનમાંથી રૂૂ. 29.47 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડીને પોલીસે બુટલેગરોના ગેરકાયદે નેટવર્કને મોટો ફટકો આપ્યો છે. આ કાર્યવાહીએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસનું અભિયાન સતત વધુ અસરકારક બની રહ્યું છે.

ખાનગી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી ટીમે સ્થળ પર તાત્કાલિક દરોડો પાડી 531 પેટીમાં કુલ 14,796 બોટલ અને ટીનનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે બે આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા જ્યારે રાજસ્થાન અને સુરેન્દ્રનગર સાથે જોડાયેલા બે મુખ્ય સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂૂ કરી છે. આ કાર્યવાહી માત્ર જથ્થો પકડવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સપ્લાય ચેઇન સુધી પહોંચવાનો પ્રયાસ હોવાનું પણ સ્પષ્ટ થાય છે. માત્ર દરોડો નહીં, ગુનાખોરી સામે વ્યૂહાત્મક પ્રહાર દારૂૂનો આટલો મોટો જથ્થો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં છુપાવવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે બુટલેગરો હવે ગ્રામ્ય વિસ્તારોને ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા સંજોગોમાં સ્થાનિક પોલીસની સતર્કતા અને ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી પ્રશંસનીય છે.

જેમાં પોલીસે 14,796 નંગ બોટલ (531 પેટી) વિદેશી દારૂૂ જેની કિંમત રૂૂ. 29,47,564 ના મુદ્દામાલ સાથે સ્થળ પરથી આરોપી નાથાભાઈ હરજીભાઈ વાજા (રહે. ગુંદાખડા ગામની સીમ, તા. વાંકાનેર) અને અશ્વીનભાઇ નાથાભાઇ વાજા (રહે. ગુંદાખડા ગામની સીમ, તા. વાંકાનેર)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂૂનો જથ્થો મોકલનાર અન્ય આરોપી ટકો (રહે. રાજસ્થાન) અને જિતેશભાઇ ભિમાભાઇ રંગપરા (રહે. થાન, જી. સુરેન્દ્રનગર)ની સંડોવણી ખુલતા પોલીસે આ બંનેને ફરાર દર્શાવી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *