પોલીસમેનના પિતરાઇના હત્યારા પાસે ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશન કરાવાશે

ગુનાની ગંભીરતા ધ્યાને લઇ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ, એક બાળ આરોપી સંરક્ષણ ગૃહમાં મોકલાયો, પિતા-પુત્રના 10 દિવસના રીમાન્ડ મંગાયા નાનામવા ગામમાં રહેતા યુનિવર્સીટી પોલીસ મથકના…

ગુનાની ગંભીરતા ધ્યાને લઇ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ, એક બાળ આરોપી સંરક્ષણ ગૃહમાં મોકલાયો, પિતા-પુત્રના 10 દિવસના રીમાન્ડ મંગાયા

નાનામવા ગામમાં રહેતા યુનિવર્સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજાના પિતરાઈભાઈ કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.30)ની ઘર પાસે જ ગોળી મારી હત્યા નિપજાવી અને પિતા રહેન્દ્રસિંહ (ઉ.વ.6પ)ના માથામાં ગંભીર ઈજા પહોંચાડી ભાગી ગયેલા નવલનગરના રણજીત નાજભાઈ વાળા (ઉ.વ.આ. 4પ), તેના પુત્ર રાજવીર (ઉ.વ.આ.19) ઉપરાંત સગીર પુત્રની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ કેસની ગંભીરતા ધ્યાને લઈ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીઓ સામે સજ્જડ પુરાવા એકત્ર કરવા કવાયત શરૂૂ કરાઈ છે.સગીર બાળ આરોપીને બાળ સરક્ષણ ગુહમાં મોકલી આપવામાં આવ્યો છે. જયારે રણજીત અને તેના પુત્ર રાજવીર વાળાના 10 દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવશે. તેમજ પિતા-પુત્રને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી-ક્ધસ્ટ્રકશન કરાવવામાં આવશે.

બુધવાર રાત્રે બનેલી આ ઘટના બાદ ભાગી ગયેલા આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાંચના એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં અલગ અલગ ટીમો તપાસમાં લાગી હતી. શોધખોળ બાદ ત્રણેય આરોપીઓ બાબરા પાસેથી ઝડપાઈ ગયા હતા. આ બનાવ અંગે હત્યાનો ભોગ બનનાર કૃષ્ણસિંહના માસીયાઈ ભાઈ કુલદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.40) ફરિયાદી બન્યા છે. આ ઘટના નજરે જોનાર સાક્ષી પણ છે. ઘર નજીક અવાર-નવાર રોડ પરથી ફૂલ સ્પીડમાં બુલેટ લઈ નીકળવા બાબતે કૃષ્ણસિંહ સાથે ઝગડો થયા બાદ કૃષ્ણસિંહે આ યુવકને ઝાપટ મારી હતી. કુલદિપસિંહે બન્નેને છૂટ્ટા પાડયા હતા. તે છોકરાએ કોલ કરતાં પાંચેક મિનિટમાં એકટીવા ઉપર રાજવીર આવ્યો હતો. અને કૃષ્ણસિંહને મારા ભાઈ સાથે કેમ લપ કરી તેમ કહી ઝઘડો શરૂૂ કર્યો હતો. જેથી કૃષ્ણસિંહે રાજવીરને પણ ઝાપટ ઝીંકી દીધી હતી ત્યારે રાજવીરે કોઈને કોલ લગાડી કહ્યું પપ્પા તમે ટીઆરપી વાળા રોડ પર આવો, મને એક અંકલે મારી લીધું છે. બનાવ બાદ કૃષ્ણસિંહ અને કુલદીપસિંહ બંને ઘરે આવી ગયા હતા.

થોડીવાર બાદ રણજીત નાજભાઈ વાળા તેના પુત્ર રાજવીર સગીર પુત્ર કૃષ્ણસિંહના ઘરે આવ્યા હતા અને ઝગડો કર્યો હતો. કૃષ્ણસિંહ શેરીમાં આવતા રાજવીર અને એક છોકરો ગાળો દઈ બોલ્યા કે આ જો અમારો બાપ આવી ગયો, રણજીતસિંહના બંને પુત્રો પોતાના પિતાને ક્રૂરતાપૂર્વક ઉશ્કેરતા હતા અને તે સાથે રણજીતે પોતની પાસે પિસ્તોલ માંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. કૃષ્ણસિંહ રોકવા જતાં રાજવીર અને બીજા છોકરાએ તેની સાથે મારામારી શરૂૂ કરી પપ્પા આને પતાવી જ દયો, આપણું નામ જ કેમ લીધું આ લોકોએ તેમ કહી કૃષ્ણસિંહને મારકૂટ શરૂૂ કરી હતી.

તે વચ્ચે પડતાં રણજીતે તેને ધક્કો મારી કૃષ્ણસિંહ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેને કારણે તે નીચે પડી જતાં રાજવીર સહિત બંને છોકરાઓએ પપ્પા આને મારી જ નાખો, હજી ગોળી મારો, આ જીવતો ના રહેવો જોઈએ તેવી બૂમો પાડી હતી. દેકારો થતા બનાવ વખતે રહેન્દ્રસિંહ ઘરની બહાર આવ્યા ત્યારે રણજીતે તેમના માથામાં બંદૂક ઝીંકી ઈજા પહોંચાડી હતી.

આ હત્યાના બનાવ બાદ રણજીત નાજભાઈ વાળા તેના પુત્ર રાજવીર અને સગીર પુત્ર ફરાર થઇ ગયા હતા. ત્રણેયને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા. આ કેસની ગંભીરતા ધ્યાને લઈ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. પી.આઈ એમ.એલ.ડામોરની ટીમે પકડાયેલ રણજીત વાળા અને રાજવીર વાળાના 10 દિવસના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરી હથીયાર ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તે સહિતની બાબતે વધુ તપાસ શરૂૂ કરી છે. હત્યામાં સંડોવાયેલા બાળ આરોપીને બાળ સરક્ષણ ગુહ માં મોકલવામાં આવ્યો છે.

ઘટના વખતે મીસ ફાયર થતા રણજીત વાળા પણ ઘાયલ થયો
રણજીતભાઈ નાજભાઈ વાળા સીવીલ હોસ્પીટલમાં પોલીસ સમક્ષ જણાવ્યું કે બનાવની રાતે પોતાના ઘરે હતા ત્યારે તેના દીકરા રાજવીર નો ફોન આવેલ તેના બીજા દીકરા અભિમન્યુ સાથે કોઈ ઝઘડો કરે છે તમે મુકાજી સર્કલ પાસે આવો તેમ વાત કરતા હું મારું પિસ્તોલ લઈ મારી ગાડી લઈને મોકાજી સર્કલ પાસે ગયેલ જ્યાં મારા બંને દીકરા હાજર હોય તેમણે જણાવેલ કે ટીઆરપી ગેમ ની સામેની શેરીમાં તે ભાઈ રહે છે જેમણે અમારી સાથે ઝઘડો કરેલ છે જેથી હું તથા મારા બંને દીકરા ગયા ત્યારે તેણે મારી સાથે પણ ગાળા ગાડી ઝઘડો કરવા લાગે જેથી મેં મારી પાસેના પિસ્તોલ માંથી બે રાઉન્ડ તેની સામે ફાયરિંગ કરેલા હતા તે દરમિયાન કૃષ્ણસિંહે મને ધક્કો મારતા હું પડી ગયેલ અને મારા હાથમાં રહેલ પિસ્તોલમાંથી ફાયરિંગ થયેલ જે મારા ડાબા પગના ગોઠણના ભાગે ગોળી વાગે તે દરમિયાન માણસો ભેગા થઈ જતા અમે ત્રણેય જણા ત્યાંથી નાસી ગયેલ હતા. અમોને પોલીસ પકડી લેતા મેં મારા પગમાં ગોળી વાગેલ ની જાણ કરતા અત્રે ઇજાગ્રત હાલતમાં દાખલ કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *